Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શાહીનબાગમાં હાઇવોલ્‍ટેજ ડ્રામા : ગેરકાયદેસર દબાણો પર ચાલશે બુલડોઝર

દિલ્‍હી પોલીસની પુરતી સુરક્ષા આપવાની ખાત્રી : હોબાળો કરી રહી રહેલી મહિલાઓને ધરપકડ

નવી દિલ્‍હી તા. ૯ : દિલ્‍હીના શાહીન બાગ વિસ્‍તારમાં અતિક્રમણ  હટાવવાનો મામલો ફરી વાર ગરમાયો છે. આ વખતે તો દિલ્‍હી પોલીસે પણ સુરક્ષાની ખાતરી આપી છે.
દિલ્‍હીના શાહીન બાગ વિસ્‍તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાય એ પહેલાં ત્‍યાંના સ્‍થાનિક નેતાઓ અને ત્‍યાં પહોંચેલા લોકો MCDના બુલડોઝરની સામે બેસી ગયા છે. કેટલાંક સ્‍થાનિક નેતાઓ અને હાલમાં એમસીડી અને બીજેપી વિરૂદ્ધ તેઓ સૂત્રોચ્‍ચાર કરી રહ્યાં છે. જો કે, આ વખતે દિલ્‍હી પોલીસે પણ સુરક્ષાની ખાતરી આપી છે.
હાલમાં કાટમાળ ઉપાડવા માટે શાહીન બાગમાં કેટલાંક વાહનો પણ લાવવામાં આવ્‍યા છે. દિલ્‍હી પોલીસની પૂરતી સુરક્ષાની હાજરીમાં આ અતિક્રમણ હટાવવામાં આવશે. બુલડોઝરની સામે બેઠેલા લોકો પોતાને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હોવાનું જણાવી રહ્યાં છે. ત્‍યાં ભાજપ, MCD વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર શરૂ થઈ ગયા છે. બુલડોઝરના આગમન સાથે જ શાહીન બાગમાં હાઇ વોલ્‍ટેજ ડ્રામા શરૂ થઇ ગયો છે. ત્‍યાં કેટલાંક લોકો બુલડોઝરની આગળ બેસી ગયા છે. જેમાં ત્‍યાંના સ્‍થાનિક નેતાઓ પણ સામેલ છે. તેઓએ કહ્યું કે, ‘ગરીબો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. આવું અમે નહીં થવા દઇએ.'
શાહીન બાગમાં અતિક્રમણની કાર્યવાહીને લઈને ઘટનાસ્‍થળે ભારે હોબાળો મચ્‍યો છે. કોંગ્રેસના સ્‍થાનિક નેતાઓ અને કાર્યકરો બુલડોઝર સામે વિરોધ કરી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે ભાજપના ઈશારે આ કાર્યવાહી થઈ રહી છે. ભાજપના આદેશ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, જે અમે કોંગ્રેસના લોકો નહીં થવા દઈએ. વધુમાં કહ્યું કે, ભાજપ ગરીબોના પેટ પર લાત મારવાનું કામ કરી રહી છે

 

(1:25 pm IST)