Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

પુતિન આજે શું કહેશે ?

રૂસમાં આજે ‘વિકટરી ડે' ઉજવાઇ રહ્યો છે. રૂસી પ્રેસિડેન્‍ટ ‘આજે શું કહેશે?' વિશ્‍વભરમાં આજે આ અંગે જબ્‍બર ઉત્તેજના જોવા મળી રહી છે

રશિયાના સ્‍થાનિક સમય મુજબ સવારે સાડા અગીયાર વાગ્‍યાથી ‘વિકટરી ડે' પરેડનો પ્રારંભ થશે અને અંતે પુતિનનું ઉદ્દબોધન થશે. ભારત-રૂસ ટાઇમ ડીફરન્‍સ મુજબ આપણે આજે સાંજે તમામ મીડિયા સ્‍તરે પુતિનના શબ્‍દોના અર્થઘટના અને તે અંગેની જ વિશેષ ચર્ચાઓ જોવા-સાંભળવા મળશે.

પુતિનના ‘વિકટરી ડે'ના ઉદ્દબોધનમાં કેવો આકરો સંદેશ વહેતો થાય છે? એ જાણવાની જીજ્ઞાસા પુરા વૈશ્‍વિક મીડીયામાં આજે જોવા મળી રહી છે.

(12:06 pm IST)