Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

દાઉદના ગુંડાઓ - શાર્પ શૂટરો - સાથીદારોને ત્‍યાં મોટાપાયે દરોડા

મુંબઇમાં NIAની મોટી કાર્યવાહી : કુલ ૨૦ જેટલા સ્‍થળોએ દરોડા : અંધારી આલમમાં ફફડાટ : મુંબઇના અનેક હવાલા ઓપરેટર્સ અને ડ્રગ્‍સના દાણચોરોનો દાઉદ સાથે ઘરોબો છે : ગૃહ મંત્રાલયના નિર્દેશથી NIA ત્રાટક્‍યું

મુંબઇ તા. ૯ : નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA)એ અંડરવર્લ્‍ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિરૂદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ દાઉદ ઈબ્રાહિમના ૨૦ નજીકના સાથીદારોને ત્‍યાં દરોડા પાડ્‍યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, તેમના ૨૦ જેટલાં ઠેકાણાંઓમાં શાર્પ શૂટર્સ અને દાણચોરો પણ સામેલ છે. આ ઉપરાંત અનેક ઓપરેટરો પર પણ દરોડા પાડવામાં આવ્‍યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, NIA દ્વારા મુંબઈના નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુમ્‍બ્રા અને ભીંડી બજારમાં દરોડા પાડવામાં આવ્‍યા છે.

મળતી જાણકારી અનુસાર, ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ દાઉદ ઈબ્રાહિમ, D કંપની વિરૂદ્ધ કેસ નોંધ્‍યો હતો, જેના આધારે આ તપાસ અને દરોડા હાલમાં ચાલી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, D કંપની સંયુક્‍ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. આ સાથે ૧૯૯૩ના મુંબઈ વિસ્‍ફોટના આરોપી દાઉદને ૨૦૦૩માં યુએન દ્વારા વૈશ્વિક આતંકવાદી ગણવામાં આવ્‍યો હતો. જેના પર ૨૫ મિલિયન ડોલરનું ઇનામ પણ રાખવામાં આવ્‍યું હતું.

દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસની તપાસ ફેબ્રુઆરી ૨૦૨૨માં ગૃહ મંત્રાલય દ્વારા NIAને સોંપવામાં આવી હતી. નેશનલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA) આતંક પર તપાસ કરનારી દેશની સૌથી મોટી એજન્‍સી છે. અગાઉ, EDએ પણ દાઉદ સાથે સંબંધિત કેસોની તપાસ કરી હતી.

દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસની તપાસ ફેબ્રુઆરી ૨૦૨૨માં ગૃહ મંત્રાલય દ્વારા NIAને સોંપવામાં આવી હતી. નેશનલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA) દેશની સૌથી મોટી આતંકી તપાસ એજન્‍સી છે. અગાઉ, ચ્‍ઝ દાઉદ સાથે સંબંધિત કેસોની તપાસ કરી રહી હતી.

ગૃહ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમ ટેરર   ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્‍સ સ્‍મગલિંગ અને ફેક કરન્‍સી (એફઆઈસીએન)નો વેપાર કરીને ભારતમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

એટલું જ નહીં, દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી કંપની લશ્‍કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્‍મદ (JeM) અને અલ કાયદા દ્વારા ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરી રહી છે.

NIA માત્ર દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી કંપનીની આતંકવાદી ગતિવિધિઓની જ નહીં પરંતુ અંડરવર્લ્‍ડ ડોનનાં ગોરખધંધા છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેનન, ઈકબાલ મિર્ચી (મૃતક), દાઉદની બહેન હસીના પારકર (મૃતક) સાથે સંબંધિત આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.

(11:46 am IST)