Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મંદિરો, આશ્રમો, જમીનો અને ૫૬૦ કિલો સોના સહિત હરિધામની રૂા. ૧૦ હજાર કરોડની સંપત્તિ

સ્‍થાવર-જંગમ સંપત્તિના વારસદારનો જંગ !

નવી દિલ્‍હી તા. ૯ : હરિપ્રસાદ સ્‍વામીજીએ બીએપીએસ સંસ્‍થામાંથી છૂટા થયા બાદ પોતાનો અલગ રસ્‍તો અપનાવ્‍યો હતો અને યોગી ડિવાઇન સોસાયટીની સ્‍થાપના કરીને સોખડામાં હરિધામનું નિર્માણ કર્યુ હતું. ગત વર્ષે હરિપ્રસાદ સ્‍વામી બ્રહ્મલિન થયા અને શરૂ થયો તેમના આધ્‍યાત્‍મિક વારસદારનો તથા સ્‍થાવર-જંગમ સંપત્તિના વારસદારનો જંગ.

સોખડા - ૨૫ વિઘામાં મંદિર, સંતનિવાસ, સાધ્‍વીજી નિવાસ, ઉતારાઓ, હરિપ્રસાદ સ્‍વામીજીનુ નિવાસ સ્‍થાન અને ૧૫૦ વિંઘા ખેતીની જમીન

વાઘોડિયા - ૪૦૦ વીઘા ખેતીની જમીન

વડોદરા- માંજલપુરમાં ચાર વિઘામાં ફેલાયેલ સત્‍સંગ હોલ સહિતની સંપત્તિ

રાજપીપળા નજીક કાળીડોળી ગામે  ૧૦૦ વિઘા ખેતીની જમીન

દિલ્‍હી- ૪ વિઘાનું ફાર્મ હાઉસ

મુંબઇ - કાંદીવલીમાં મંદિર, ગોરેગાવમાં પાંચ વિઘા જમીન પર સત્‍સંગ હોલ સહિતની સુવિધા, જુહુમાં ૧૦૦ કરોડની પ્રોપર્ટી

કરજણ - ૨ લાખ સ્‍ક્‍વેર ફુટ જમીન, સત્‍સંગ હોલ

વિદ્યાનગર (બાકરોલ) - આત્‍મિય વિદ્યાધામ સ્‍કૂલ, મંદિર, સત્‍સંગ હોલ સહિતની ૨૦૦ કરોડની પ્રોપર્ટી

અમદાવાદ- નિર્ણય નગરમાં આત્‍મિય વિદ્યાધામ સ્‍કૂલ, ઘોડાસરમાં મંદિર

રાજકોટ - મંદિર, સત્‍સંગ હોલ અને વિશાળ જમીન પર પથરાયેલ આત્‍મિય યુનિવર્સિટી કેમ્‍પસ

જુનાગઢ, માણાવદર, જસદણ, નવસારી અને વલસાડમાં સત્‍સંગ હોલ સહિતની પ્રોપર્ટી

સુર- ભરથાણામાં મંદિર, સ્‍કૂલ અને શણાયામાં સત્‍સંગ હોલ

ભરૂચ- મંદિર, સત્‍સંગ હોલ

સોનુ(ગોલ્‍ડ)- હરિપ્રસાદ સ્‍વામીજીની દેશ વિદેશમાં ૭ વખત સુવર્ણતુલા (સ્‍વામીજીના  વજન જેટલુ જ સોનાનું દાન) થઇ હતી તેના થકી મળેલુ ૫૬૦ કિલો સોનુ કે જેની હાલમાં બજાર કિંમત રૂ.૨૮૦ કરોડ થાય છે.

હરિભક્‍તોમાં ચાલતી ચર્ચા મુજબ યોગી ડિવાઇન સોસાયટી પાસે ૫૬૦ કિલો સોનુ ઉપરાંત મંદિરો, આશ્રમો અને જમીનો મળીને આશરે રૂ.૧૦,૦૦૦ કરોડની સપંત્તિ છે. આ પૃથ્‍વી ઉપર એક નાનો દેશ ખરીદી શકાય એટલી આ જંગી સંપત્તિના ભાગલા માટે આખો કેસ હાઇકોર્ટ સુધી પહોંચ્‍યો છે. સોમવારે આ કેસમાં બન્ન જૂથના બે આગેવાન સંતો વચ્‍ચે મહત્‍વની બેઠક યોજાવાની છે ત્‍યારે સંપત્તિ અંગે તાગ મેળવવા કેટલાક હરિભક્‍તોનો સંપર્ક કરતા જાણવા મળ્‍યુ કે ગુજરાતના તમામ મોટા શહેરો ઉપરાંત મુંબઇમાં પણ હરિધામની સંપત્તિ આવેલી છે.

(10:29 am IST)