Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રનના વિશાળ અંતરથી હરાવ્યું.

CSKએ દિલ્હી સામે 209 રનનો ટાર્ગેટ આપ્યો: દિલ્હીની આખી ટીમ 117 રનમાં સમેટાઈ

મુંબઈ : IPL 2022ની 55મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રનના વિશાળ અંતરથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા CSKએ દિલ્હી સામે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સામે ડીસીની આખી ટીમ 117 રનમાં સમેટાઈ ગઈ હતી. મોઈન અલીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી જ્યારે ડ્વેન બ્રાવો, સિમરજીત અને મુકેશને બે-બે વિકેટ મળી હતી.આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે.

CSKની આ જીતથી KKRને નુકસાન થયું છે અને તે 9મા સ્થાને છે. ચેન્નાઈની ઈનિંગ્સની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડ (41) અને ડેવોન કોનવે (87)એ પ્રથમ વિકેટ માટે 110 રન જોડ્યા, જેનાથી ચેન્નાઈને તોફાની શરૂઆત અપાઈ.

આ પછી દુબેએ 32 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતે, CSK ઠોકર ખાઈ ગઈ, જેના કારણે ટીમ 208ના સ્કોર સુધી જ પહોંચી શકી. ધોનીએ 8 બોલમાં 21 રનની અણનમ ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી નોરખિયાને ત્રણ અને ખલીલ અહેમદે બે વિકેટ ઝડપી હતી. ચેન્નાઈએ આ સિઝનમાં ચોથી વખત 200 રનનો આંકડો પાર કર્યો છે.

   
(12:07 am IST)