Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

અશોક ગેહલોત સરકારના મંત્રી મહેશ જોશીના પુત્ર પર મહિલા પત્રકારે બળાત્કારનો આરોપ લગાવતા ખળભળાટ

દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ :કેસને જયપુર ટ્રાન્સફર કરાયો : મંત્રીના પુત્રએ તેની સાથે મારપીટ કરી અને બળજબરીથી ગર્ભપાત કરાવ્યો. હોવાનો આરોપ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ખૂબ જ ખાસ અને શક્તિશાળી મંત્રી મહેશ જોશીના પુત્ર પર એક મહિલા પત્રકારે બળાત્કારનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસને જયપુર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મહિલા પત્રકારનું કહેવું છે કે મંત્રીના પુત્રએ તેની સાથે મારપીટ કરી અને બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો

મહિલા પત્રકારે અશોક ગેહલોતના નજીકના ગણાતા મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશી વિરુદ્ધ મારપાટી અને બ્લેકમેલનો પણ આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં આરોપી તેના ઘરે પણ ધમકાવતો હતો અને તેના પરિવારના સભ્યોને પણ મારી નાખવાની ધમકી આપતો હતો

મહિલા પત્રકારે રાજસ્થાન સરકારના શક્તિશાળી મંત્રીના પુત્ર પર એવો પણ આરોપ લગાવ્યો છે કે તેણે નશાની હાલતમાં તેના અશ્લીલ વીડિયો અને તસ્વીર લીધા હતા. આરોપના પ્રમાણે રોહિત મહિલા પત્રકારને ધમકી આપતો હતો કે જો તે તેની વાત સ્વીકારવાની ના પાડે તો તેનો વીડિયો અને ફોટો વાયરલ કરી દેશે.

પીડિતાએ પોલીસને આપેલી તહરીરમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે રોહિત જોશી તેને અને તેના પરિવારને ધમકાવતો હતો. તે એમ પણ કહેતો હતો કે પોલીસ તેનું કાંઈ ઉખાડી શકશે નહીં. પીડિતાએ હવે પોલીસને ન્યાય માટે અરજી કરી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, તે ફેસબુક દ્વારા રોહિતના સંપર્કમાં આવી હતી. . 

 

 

(11:55 pm IST)