Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ધોનીનો મહારેકોર્ડ:8 બોલમાં કર્યાં 21 ઝૂડ્યા :કેપ્ટન તરીકે ટી-20માં 6000 રન પૂરા કર્યા

દિલ્હી સામે નાની પણ ઝડપી ઈનિંગ રમી સાથે જ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

  • મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022 માં રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને દિલ્હી કેપિટલ્સ (ડીસી) ટકરાયા હતા. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચમાં નાની પણ ઝડપી ઈનિંગ રમી સાથે જ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો
  •    દિલ્હી કેપિટલ્સ સામે મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 8 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેમાં એક ચોગ્ગા અને બે મોટા છગ્ગા સામેલ હતા.ધોનીના આ ધુમ ધડાકાને કારણે જ ચેન્નાઇ સુપર કિંગ્સે 208ના સ્કોર સુધી પહોંચી હતી.
  • આ ઇનિંગ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે ટી-20માં પોતાના 6000 રન પૂરા કર્યા છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી બાદ હવે તે નંબર-2 પર આવે છે. આ યાદીમાં ટોપ-3 કેપ્ટન ભારતીય ખેલાડીઓ છે.

    ટી-20માં કેપ્ટન તરીકે સૌથી વધુ રન (આંતરરાષ્ટ્રીય-લીગ મેચો)
    • વિરાટ કોહલી - 6451 રન
    • એમએસ ધોની - 6013 રન
    • રોહિત શર્મા - 4764 રન
    • એરોન ફિન્ચ - 4603 રન

  • આઈપીએલમાં ધોનીની કરિયર 
    • કુલ મેચ - 236
    • કુલ રન - 4909 રન
    • એવરેજ - 39.27
   
 
   
(11:20 pm IST)