Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

દિલ્હીમાં વધતો કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં નવા 1422 કેસ નોંધાયા :પોઝીટીવીટી રેટ 5.34 ટકા

એકપણ મૃત્યુ નહીં : છેલ્લા 24 કલાકમાં 1438 લોકો કોરોનાથી સાજા પણ થયા

નવી દિલ્હી :  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1422 નવા કેસ નોંધાયા છે અને ચેપ દર 5.34 ટકા નોંધાયો છે. આ દરમિયાન કોઈ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. આ દરમિયાન 1438 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. 

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 26,647 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1422 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

શનિવારે દિલ્હીમાં કોરોનાના 1407 નવા કેસ સામે આવ્યા હતા અને કોરોનાને કારણે બે લોકોના મોત થયા હતા. હાલમાં દિલ્હીમાં કોરોનાના કુલ 5,939 સક્રિય કેસ છે. તેમાંથી 177 ચેપગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને બાકીના 4,340 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

આ સિવાય જો હોસ્પિટલોમાં બેડની વાત કરીએ તો કોવિડ હોસ્પિટલોમાં 9,590 આરક્ષિત બેડમાંથી 9,404 બેડ ખાલી છે. કોવિડ કેર સેન્ટરના 825 બેડ અને કોવિડ હેલ્થ સેન્ટરના 144 બેડ ખાલી છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હીમાં 51,761 રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાં 5,702 પ્રથમ ડોઝ, 23,269 સેકન્ડ ડોઝ અને 22,790 બૂસ્ટર ડોઝનો સમાવેશ થાય છે.

   
 
   
(11:04 pm IST)