Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

મેડિકલ સાધનોની કાળાબજારી, ઓક્સિજન મળતો નથી અને અધિકારીઓ ફોન નથી ઉપાડતા : કેન્દ્રીયમંત્રીનો યોગીને પત્ર

ભાજપના કેન્દ્રિય મંત્રી અને બરેલીના સાંસદ સંતોષ ગંગાવારે યોગી આદિત્યનાથને પત્ર લખ્યો

નવી દિલ્હી :ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકાર રાજ્યમાં બધુ બરાબર હોવાના સતત દાવાઓ કરી રહી છે. તેઓ કહી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે અને કોઇ વ્સતુની અછત નથી. ત્યારે ભાજપના જ કેન્દ્રિય મંત્રી અને બરેલીના સાંસદ સંતોષ ગંગાવારે યોગી આદિત્યનાથને પત્ર લખીને પોતાના સંસદીય વિસ્તારની સ્વાસ્ત્ય વ્યવસ્થાન લઇને ચિંતા વ્યક્ત કરી છે.

ગંગવારે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે બરેલીના સ્વાસ્થ્ય અધિકારીઓ તેમનો ફોન નથી ઉઠાવતા. એટલે કે મોદીના મંત્રીએ જ ઉત્તર પર્દેશ સરકાર અને તેમના દાવોએની પોલ ખોલી છે. ગંગવારે યોગીને લખેલા પત્રમાં લખ્યું કે એવા કેસ સામે આવી રહ્યા છે કે એક વખત દર્દીને રેફર કર્યા બાદ જ્યારે તે સરકારી હોસ્પિટલ પહોંચે છે, ત્યારે તેને બીજી વકત જિલ્લા હોસ્પિટલમાંથી રેફર કરાવવાનું કહેવામા આવે છે. જેના કારણે અનેક લોકોનું સ્વાસ્થ્ય વધારે બગડી રહ્યું છે. જેમને લઇને કેન્દ્રિય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે.

આ સિવાય મેડિકલ સાધનોની કાળાબજારીની ફરિયાદ પણ કરી છે. સાથે અપીલ કરી છે કે સરકાર આ સાધનોની કિંમત નક્કી કરે. સાથે તેમણે બરેલીમાં ઓક્સિજનની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે મધ્ય પ્રદેશનું ઉદાહરણ આપતા સૂચન કર્યુ કે સરકારી અને કેટલીક ખાનગી હોસ્પિટલને 50 ટકા કિંમત પર ઓક્સિજન પ્લાંટ આપવામાં આવે. ગંગાવરે રસીકરણની ઝડપ વધારવા માટે આયુષ્યમાન ભઆરત યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોમાં રસીકરણ શરુ કરવાનું સુચન આપ્યું છે.

(10:01 pm IST)
  • એવા ટેન્કરોને દેશભરમાં ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી દેશભરના નેશનલ હાઈવે ઉપર લિક્વિડ મેડિકલ ઓક્સિજન લઈ જતા ટેન્કરોને, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપી છે. access_time 8:59 pm IST

  • ચીનનું બેકાબૂ બનેલ રોકેટ માલદીવ પાસે તૂટી પડ્યું : માલદિવ્સ પાસે ચીનનું બેકાબૂ બનેલ રોકેટ વાતાવરણમાં પ્રવેશી તૂટી પડ્યું, ભસ્મીભૂત બની ગયું હોવાનું ચીને જાહેર કર્યું access_time 11:03 am IST

  • દેશમાં એક્ટિવ કોરોના કેસમાં મોટો ઘટાડો: સજા થવાનો આંકડો વધ્યો : દેશમાં એક્ટિવ કોરોના કેસમાં આગલા દિવસના આંકડા કરતા મોટો ઘટાડો નોંધાયો છે. રિકવરી રેઈટ ૮૧.૯૦ ટકામાંથી વધીને ૮૨.૧૫ ટકા થયો છે access_time 11:34 am IST