Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

વેક્સિન સપ્લાય અંગે ભારતે કોઈનું સાંભળવાની જરુર નથી

કોરોના મુદ્દે ફ્રાન્સે મોદી સરકારનું સમર્થન કર્યું : ભારતે બહુ દેશોની વેક્સિન પહોંચાડીને મદદ કરી છે અને સામે માનવતાને ઈમ્પોર્ટ કરી : ઈમેન્યુઅલ મેક્રોન

નવી દિલ્હી, તા. ૯ : ભારતમાં કોરોનાની બીજી લહેરે ચારે તરફ તબાહી મચાવી છે અને વિદેશી મીડિયામાં પણ ભારતમાં રોજ થઈ રહેલા મોતનો મુદ્દો છવાયેલો છે.આ મામલે મોદી સરકારની ટીકાઓ પણ થઈ રહી છે ત્યારે ફ્રાન્સે મોદી સરકારનુ સમર્થન કર્યુ છે.

શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને પીએમ મોદીને કહ્યુ હતુ કે, વેક્સીન સપ્લાય અંગે ભારતે કોઈના લેકચર સાંભળવાની જરુર નથી.યુરોપિયન દેશોના નેતાઓના ઓનલાઈન સંમેલનમાં પીએમ મોદી પણ સામેલ થયા હતા.આ સમયે મેક્રોને કહ્યુ હતુ કે, ભારતે બહુ દેશોની વેક્સીન પહોંચીડને મદદ કરી છે અને સામે માનવતાને ઈમ્પોર્ટ કરી છે.

દરમિયાન પીએમ મોદીએ યુરોપિયન યુનિયનના ૨૭ દેશોને ભારતનો સાથ આપવા માટે અને કોરોના રસી માટેના મટિરિયલ પર ડ્યુટી ઓછી કરવા માટે અપીલ કરી હતી.

વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, પીએમ મોદીએ તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરેલી બેઠકમાં વેપાર, રોકાણ અને કોમ્યુનિકેશનના સેક્ટરમાં તમામપ્રકારનો સહયોગ વધારવા માટે વાતચીત કરી હતી.તમામ દેશોએ ગયા વર્ષે ભારતે કોરોના સામે લડવામાં તેમને કરેલી મદદને યાદ કરી હતી અને ખાતરી આપી હતી કે, ભારતને યુરોપના દેશો તમામ પ્રકારની મદદ પહોંચાડશે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદીએ પોર્ટુગલ જવાનુ હતુ પણ કોરોના વાયરસની સ્થિતિને જોઈને તેમણે આ વિદેશ પ્રવાસ પડતો મુક્યો હતો.

(9:44 pm IST)
  • લાખોના હીરાની ચોરી કરનારા બે મિત્રો ઝડપાઈ ગયા: સીસીટીવીની કમાલ : સુરતના વરાછામાં વૃંદાવન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં કિશોરભાઈ રામજીભાઈ ભીંગરાડિયાના કારખાનમાંથી ૨૮ લાખના હીરા ચોરનારા ગૌતમ અને રાજ નામના ૨ કર્મચારી પકડાયા: access_time 11:50 am IST

  • અમદાવાદમાં વ્હેલી સવારથી વધુ એક લાઈનમાં લોકો ઉભા રહી ગયા : અમદાવાદમાં સવારે છ વાગ્યાથી કોરોનાની વેકસીન લેવા માટે આજે વસ્ત્રાપુર વિસ્તારમાં લોકોએ લાઈન લગાવી દીધી હતી. વીટીવીના અહેવાલ મુજબ વેકસીનના ડોઝ મર્યાદીત સંખ્યામાં હોવાથી લોકો સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. access_time 3:15 pm IST

  • દેશમાં એક્ટિવ કોરોના કેસમાં મોટો ઘટાડો: સજા થવાનો આંકડો વધ્યો : દેશમાં એક્ટિવ કોરોના કેસમાં આગલા દિવસના આંકડા કરતા મોટો ઘટાડો નોંધાયો છે. રિકવરી રેઈટ ૮૧.૯૦ ટકામાંથી વધીને ૮૨.૧૫ ટકા થયો છે access_time 11:34 am IST