Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

આંધ્રમાં ઓક્સિજન ટેન્કર લાપતા થતાં દર્દીનાં જીવ પડીકે બંધાયા

ઓક્સિજનની અછતમાં દર્દીઓ પર આફત : ઓરિસ્સાથી આંધ્રના વિજયવાડાની સરકારી હોસ્પિટલ માટે ઓક્સિજન લઈને નીકળેલુ ટેન્કર લાપતા થયું હતું

નવી દિલ્હી, તા. ૯ : હોસ્પિટલોમાં ઓક્સિજન વગર દર્દીઓ તડપી રહ્યા છે અને બીજી તરફ ઓક્સિજન ભરેલી ટેક્નર લાપતા થઈ જતા ૪૦૦ દર્દીઓના જીવ જોખમમાં આવી ગયા હતા.

મળતી વિગતો પ્રમાણે ઓરિસ્સાથી આંધ્રપ્રદેશના વિજયવાડાની સરકારી હોસ્પિટલ માટે ઓક્સિજન લઈને નીકળેલુ ટેક્નર ગુરુવારે રાતે લાપતા થઈ ગયુ હતુ.સમય પર ટેક્નર નહીં પહોંચતા ૪૦૦ દર્દીઓના જીવ જોખમમાં આવી ગયા હતા.પોલીસ પણ ટેક્નરનો પતો મેળવી શકી નહોતી.

દરમિયાન તમામ પોલીસ અધિકારીઓને ટેક્નરની શોધ કરવા માટે આદેશ અપાયા હતા.એ પછી ખબર પડી હતી કે, ઓક્સિજન ભરેલી ટેક્નર એક ધાબા પાસે પાર્ક થયેલી હતી.ટેક્નર લઈને સંખ્યાબંધ ફેરા મારી ચુકેલો ડ્રાઈવર થાકી ગયો હતો અને તેણે ધાબા પાસે ટેક્નર પાર્ક કરી દીધી હતી.

એ પછી પોલીસે ગ્રીન ચેનલ બનાવીને ટેક્નરને હોસ્સપિટલ સુધઈ પહોંચી હતી.જો ટેક્નર ને પહોંચવામાં હજી થોડુ મોડુ થયુ હોત તો જાનમાલની ભારે ખુવારી થઈ હોત.

આંધ્રપ્રદેશમાં પણ હોસ્પિટલોને જરુરિયાત પ્રમાણે ઓક્સિજન મળી રહ્યો નથી.રાજય દ્વારા રોજના ૧૦૦૦ ટન  ઓક્સિજનની માંગ કરવામાં આવે છે અને ૫૦૦ મેટ્રિક ટન જ ઓક્સિજન મળે છે.

(9:44 pm IST)
  • એવા ટેન્કરોને દેશભરમાં ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી દેશભરના નેશનલ હાઈવે ઉપર લિક્વિડ મેડિકલ ઓક્સિજન લઈ જતા ટેન્કરોને, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપી છે. access_time 8:59 pm IST

  • ભારે રસપ્રદ ! ઉત્તર-પૂર્વના હવે ભાજપ શાસિત ૩ રાજ્યોના મુખ્યમંત્રીઓ મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે મૂળ કોંગ્રેસનું કનેકશન ધરાવતા અને હાલમાં ભાજપમાં રહેલા આસામના હિમન્તા બીશ્વા, અરુણાચલના પ્રેમા ખંડુ અને મણીપુરના સીએમ એન. બીરેન સિંહ મૂળ તો કોંગ્રેસમાંથી આવેલા પક્ષબદલૂઓ છે. access_time 2:58 pm IST

  • લાખોના હીરાની ચોરી કરનારા બે મિત્રો ઝડપાઈ ગયા: સીસીટીવીની કમાલ : સુરતના વરાછામાં વૃંદાવન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં કિશોરભાઈ રામજીભાઈ ભીંગરાડિયાના કારખાનમાંથી ૨૮ લાખના હીરા ચોરનારા ગૌતમ અને રાજ નામના ૨ કર્મચારી પકડાયા: access_time 11:50 am IST