Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

લાખો ખર્ચીને થાઈલેન્ડથી બોલાવાયેલી કોલગર્લનું મોત

ઉત્તર પ્રદેશના લખનૌની ચોંકાવનારી ઘટના : ૧૦ દિન પહેલા બિઝનેસમેનના પુત્રએ થાઈલેન્ડથી બોલાવી, ૨ દિન બાદ તે બીમાર પડતાં લોહિયા હોસ્પિટલ લઈ જવાઈ

લખનૌ,તા.૯ : દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનો કહેર ચાલુ છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશમાં લખનૌમાં કોરોનાકાળના કડક પ્રતિબંધો વચ્ચે ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ટુરિસ્ટ વિઝા પર થાઈલેન્ડથી આવેલી એક ૪૧ વર્ષની મહિલાનું કોવિડ-૧૯ સંક્રમણના કારણે મોત નિપજ્યું. તિયાથિતા નામની મહિલાનું શહેરની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. તેણે સારવાર દરમિયાન ૩જી મેના રોજ દમ તોડ્યો. દિલ્હીથી થાઈલેન્ડ દૂતાવાસની મંજૂરી બાદ લખનૌ પોલીસ દ્વારા મહિલાના મૃતદેહનો ૫ મેના રોજ તેના સ્થાનિક પરિચિત વઝીરગંજ નિવાસી સલમાનની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ બાજુ અંતિમ સંસ્કારની વિધિ થાઈલેન્ડમાં હાજર તેના પરિવાર માટે લાઈવ ટેલિકાસ્ટ પણ કરાઈ. એક રિપોર્ટ મુજબ હજુ પણ તેનું ભારત આવવાનું કારણ સ્પષ્ટ નથી. પોલીસે જણાવ્યું કે તેના પરિજન સલમાન નામના તેના વ્યક્તિ વિશે જાણતા હતા. જેના સહારે તે ભારત આવી હતી. પરિજનોએ પોલીસને અપીલ કરી કે તેઓ સુનિશ્ચિત કરે કે તિથાતિયાના અંતિમ સંસ્કાર ત્યાં સલમાનની હાજરીમાં થાય. તથા તેના અવશેષ થાઈલેન્ડ મોકલી દેવામાં આવે. જો કે મહિલાના ભારત પ્રવાસને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે.  પોલીસે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.

            પરંતુ આ મામલે અનેક એવા સવાલ ઉઠ્યા છે. પહેલો સવાલ એ કે આખરે મહિલા લોકડાઉનમાં  ભારત કેવી રીતે આવી? આ બાજુ એક રિપોર્ટ મુજબ આ મહિલા એક કોલગર્લ હતી અને ૧૦ દિવસ પહેલા લખનૌના એક મોટા બિઝનેસમેનના પુત્રએ લાખો રૂપિયા ખર્ચ કરીને તેને થાઈલેન્ડથી બોલાવી હતી. પરંતુ ૨ દિવસ બાદ જ તે બીમાર પડી ગઈ તો તેને લોહિયા હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં તેનું મોત થયું. ત્યારબાદ પોલીસે લખનૌમાં તેના સહયોગી એજન્ટ સલમાનની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાવ્યા. આ જ સલમાનના સહારે તે ભારત આવી હતી. લખનૌ પોલીસ હવે સલમાનને વિદેશી મહિલાના ભારત આવવાના કારણ અંગે પૂછપરછ કરી શકે છે. પોલીસે જણાવ્યું કે મહિલા ૨૮ એપ્રિલના રોજ લખનૌ પહોંચી હતી. તબિયત બગડ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. આ બધા વચ્ચે થાઈ દૂતાવાસનું કહેવું છે કે તેના અધિકારી આ મામલે મૃતક મહિલાના પરિજનો અને લખનૌ પોલીસના સંપર્કમાં હતા.  આ કથિત કોલગર્લના મોત બાદ પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. આ મામલો બહાર આવ્યા બાદ રાજધાનીમાં ઈન્ટરનેશનલ સેક્સ રેકેટ પણ ફેલાવવાની આશંકા છે.

(7:28 pm IST)