Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

મહારાષ્ટ્ર,કર્ણાટક અને કેરળ સહીત દેશના 10 રાજ્યોમાં કોરોનાથી બગડયા હાલાત : 71 ટકાથી વધારે નવા કેસો

દેશમાં અત્યાર સુધીમાં લોકોને કોરોનાની રસીના 16.94 કરોડ ડોઝ અપાયા

નવી દિલ્હી :કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના   4,03,738 કેસમાંથી 71.75 ટકા કેસો મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી સહિત 10 રાજ્યોના છે. આ યાદીમાં અન્ય 10 રાજ્યોમાં કેરળ તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 56578 દર્દીઓ નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટક 47,563 અને કેરળમાં 41971 કેસ નોંધાયા છે.

તેમણે કહ્યું કે દેશભરમાં કુલ 30.22 કરોડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે દૈનિક કોવિડ -19 ચેપ દર 21.64 ટકા છે. ભારતમાં સારવાર કરાયેલા દર્દીઓની સંખ્યા 37,36,648 પર પહોંચી ગઈ છે અને આ કુલ કેસોના 16.76 ટકા છે. 24 કલાકના ગાળામાં 13,202 દર્દીઓનો ઘટાડો થયો છે.

મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રીય મૃત્યુ દર ઘટી રહ્યો છે અને હાલમાં તે 1.09 ટકા છે. વધુમાં છેલ્લા 24 કલાકમાં 4,092 લોકોનાં મોત થયાં છે. તેમાંથી 10 રાજ્યોમાં 74.93 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 864 લોકોના મૃત્યુ થયા છે. તેની બાદ કર્ણાટકમાં 482 લોકોનાં મોત નીપજ્યાં છે. મંત્રાલયે કહ્યું કે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 10 લાખની વસ્તી માટે મૃત્યુ દરની રાષ્ટ્રીય સરેરાશ (176) કરતા ઓછો છે જ્યારે 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે રાષ્ટ્રીય સ્તર કરતા વધારે છે. દેશમાં અત્યાર સુધીમાં લોકોને કોરોનાની રસીના 16.94 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

મંત્રાલયે કહ્યું કે દેશમાં આપવામાં આવતી રસીના કુલ ડોઝનો 66.78 ટકા હિસ્સો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં આપવામાં આવ્યો છે. રસીનો પ્રથમ ડોઝ 18 થી 44 વર્ષની વય જૂથના 17,84,869 લોકોને આપવામાં આવી છે

(6:42 pm IST)