Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

મોદી સરકાર કોરોનાને નાથવાને બદલે ટવીટર પરની ટીકા દૂર કરવામાં મશગુલ છે

કોરોના ક્રાઇસીસ ઇન ઇન્‍ડિયા શિષક હેઠળ મેડીકલ જનરલ લેન્‍સેટમાં પ્રકાશિત એડિટોરિયલમાં ભારતની આકરી આલોચના કરવામાં આવી

 નવી દિલ્હી: મેડિકલ જનરલ લેન્સેટમાં પ્રકાશિત એક એડિટોરિયલમાં વડાપ્રધાન મોદીની આકરી આલોચના કરવામાં આવી છે. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, મોદી સરકારની પ્રાથમિક્તા કોરોના મહામારીને કાબૂમાં કરવાની નહીં, પરંતુ ટ્વીટર પર પોતાની ટીકાઓને હટાવવાની છે. આ લેખને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. Corona Crisis In India

 

આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ કોરોના સંકટ દરમિયાન પોતાની આલોચનાઓને દબાવવાનો પ્રયાસ કર્યો છે. આ એડિટોરિયલમાં ધી ઈન્સ્ટીટ્યૂટ ફૉર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યૂએશનના અનુમાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 1 ઓગસ્ટ સુધી કોરોનાથી 10 લાખ લોકોના મોત થશે.

વધુમાં કહેવામાં આવ્યું છે કે, જો આવું થયું તો મોદી સરકાર જ આ આત્મઘાતી રાષ્ટ્રીય વિનાશ માટે જવાબદાર હશે, કારણ કે સુપર સ્પ્રેડર ઈવેન્ટ્સને લઈને ચેતવણી છતાં ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. આ સાથે જ ચૂંટણી દરમિયાન જંગી જનસભાઓએ પણ કોરોના સંક્રમણને ઝડપથી ફેલાવવાનું કામ કર્યું છે.

સંપાદકીયમાં ભારતમાં વૅક્સિનેશન અભિયાનની પણ ટીકા કરવામાં આવી છે. આ સાથે જ સૂચન કરવામાં આવ્યું છે કે, વૅક્સિનેશનને તર્કસંગત તરીકે ઝડપથી લાગૂ કરવું જોઈએ. વૅક્સિનના સપ્લાય પર ભાર મૂકવો જોઈએ અને સરકારે સ્થાનિક સ્વાસ્થ્ય વ્યવસ્થા સાથે તાલમેલમાં કામ કરવું જોઈએ. આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, સરકારે સ્પષ્ટ આંકડા જાહેર કરવા જોઈએ.

 

હવે આ રિપોર્ટને લઈને કોંગ્રેસને મોદી સરકારની નીતિઓની ટીકા કરવાની તક મળી ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ અજય માકને કહ્યું કે, પ્રતિષ્ઠિત મેડિકલ જનરલ લેન્સેટે કહ્યું છે કે, ભારત કુદરતી નહી, પરંતુ મોદી સરકાર નિર્મિત નેશનલ ડિઝાસ્ટર તરફ વધી રહ્યું છે. ઓગસ્ટ સુધી 10 લાખ લોકોના મરણનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. એટલે કે આગામી 80 દિવસોમાં લગભગ 7 લાખથી વધુ લોકો મરવાના છે.

(4:22 pm IST)
  • સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ તુલસીશ્યામ જગ્યાના મહંત પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુ ૧૦૧ વર્ષની વયે બ્રહ્મલીન થયા : મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુનુ દુઃખદ નિધન થયું છે. સૌરાષ્ટ્ર સહિત મુંબઈ સુધીના તેમના સેંકડો સેવકોમાં શોકનો માહોલ. સોમનાથમાં ચાલી રહેલી રામ કથા દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો. access_time 3:49 pm IST

  • પોરબંદરમાં આજે 25 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 2 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 9:35 pm IST

  • ભાવસિંહજી હોસ્‍પિટલમાં સાંજે ૬ વાગ્‍યે ૩૦ મીનીટ સુધી વિદ્યુત પુરવઠો ખોરવાઇ જતા દેકારો બોલી ગયો : કોન્‍ટ્રાકટરની બેદરકારી સામે આવી : મહિલા ડોકટરે પરિસ્‍થિતિ સંભાળી કોન્‍ટ્રાકટરને બેદરકારી નહિ દાખવવા તાકીદ કરી હતી access_time 9:36 pm IST