Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં કોરોનાનો સતત ફૂંફાડો ચાલુ: ૩ રાજ્યોમાં દોઢ લાખ નવા કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૫૬૫૭૮, કર્ણાટક ૪૭૫૬૩, કેરળ ૪૧૯૭૧ નવા કોરોના કેસ નોંધાયા: ચાર રાજ્યો આંધ્ર, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુ તથા બેંગ્લોરમાં સતત ૨૭ થી ૨૦ હજાર વચ્ચે નવા કેસ નોંધાયા

નવી દિલ્હી : છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૫૬૫૭૮, કર્ણાટક ૪૭૫૬૩, કેરળ ૪૧૯૭૧ નવા કોરોના કેસ નોંધાયા: ચાર રાજ્યો આંધ્ર, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુ તથા બેંગ્લોરમાં સતત ૨૭ થી ૨૦ હજાર વચ્ચે નવા કેસ નોંધાયા: પશ્ચિમ બંગાળ પણ પાછળ નથી, ૧૯,૪૩૬ નવા કેસ: રાજસ્થાન અને દિલ્હીમાં ૧૭-૧૮ હજાર આસપાસ અને હરિયાણા ૧૪૬૬૭, બિહાર ૧૨૯૪૮, ગુજરાત ૧૧૮૯૨: ઓરિસ્સા ૧૧૮૦૭ અને મધ્યપ્રદેશમાં ૨૪ કલાકમાં ૧૧૫૯૮ આસપાસ નવા કોરોના કેસો થયા છે: મહારાષ્ટ્રના પૂણેમાં ૧૦૩૮૬, નાગપુરમાં ૪૨૫૩, જ્યારે મુંબઈમાં ૨૬૭૮ નવા કેસ નોંધાયા: ગુજરાતના અમદાવાદમાં ૩૩૫૯, સુરતમાં ૮૮૯, વડોદરા ૭૧૦ અને રાજકોટમાં ૩૯૬ નવા કોરોના કેસ જોવા મળ્યા છે.

(12:03 pm IST)
  • ચીનનું બેકાબૂ બનેલ રોકેટ માલદીવ પાસે તૂટી પડ્યું : માલદિવ્સ પાસે ચીનનું બેકાબૂ બનેલ રોકેટ વાતાવરણમાં પ્રવેશી તૂટી પડ્યું, ભસ્મીભૂત બની ગયું હોવાનું ચીને જાહેર કર્યું access_time 11:03 am IST

  • દિલ્હીમાં એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયુ : મુખ્યપ્રધાન શ્રી અરવિંદ કેજરીવાલે પાટનગર દિલ્હીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં કોરોનાએ રીતસર હાહાકાર સર્જી દીધો છે access_time 12:39 pm IST

  • હાર્દિક પટેલના પિતાશ્રી ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો access_time 1:13 pm IST