Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

અફઘાનસ્તાનમાં એક સ્કૂલ પાસે બૉમ્બ બ્લાસ્ટ : 25 લોકોના મોત : 50 થી વધુ લોકો ઘાયલ : કેટલાક લોકોએ એમ્બ્યલન્સ પર હુમલો કર્યો

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના પશ્ચિમ ભાગમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા, જેમાંના ઘણા યુવાન વિદ્યાર્થીઓ હતા. અફઘાન સરકારના પ્રવક્તાએ આ માહિતી આપી. ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક એરીઅને કહ્યું કે એમ્બ્યુલન્સ શિયા બહુમતી દસ્તા-એ-બર્ચી વિસ્તારમાં આવેલી સૈયદ અલ-શાહદા સ્કૂલ નજીક બ્લાસ્ટના સ્થળે પહોંચી રહી હતી

આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ગુલામ દસ્તીગર નઝારીએ જણાવ્યું હતું કે ગુસ્સે ભરાયેલા ટોળાએ એમ્બ્યુલન્સ ઉપર હુમલો કર્યો હતો અને આરોગ્ય કર્મચારીઓને પણ માર માર્યો હતો. તેઓએ લોકોને સહયોગ આપવા અને એમ્બ્યુલન્સને ઘટના સ્થળે જવાની મંજૂરી આપવા વિનંતી કરી છે. એરિયન અને નઝારીએ કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા છે અને મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે

(12:00 am IST)