Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

સાઉદીએ મકામ-એ-ઈબ્રાહિમની અલભ્ય ઘણી તસ્વીરો જાહેર કરી

સાઉદી અરેબિયાનું આશ્ચર્યજનક પગલું : સાઉદીના મક્કા-મદીના મુદ્દે જનરલ પ્રેસીડેંસીએ મકામ-એ-ઈબ્રાહિમના તસ્વીરોને નવી તકનીક સાથે કેપ્ચર કર્યું

નવી દિલ્હી, તા. : સાઉદી અરેબિયાએ પહેલી વખત મક્કાની શાહી મસ્જિદમાં આવેલા મકામ--ઈબ્રાહિમની કેટલીક અલભ્ય તસવીરો જાહેર કરી છે. સાઉદી અરેબિયાના મક્કા અને મદીના મામલે જનરલ પ્રેસીડેંસીએ મકામ--ઈબ્રાહિમના દૃશ્યને એક નવી તકનીક સાથે કેપ્ચર કર્યું હતું જેમાં સ્ટૈક્ડ પૈનોરમિક ફોકસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઈસ્લામની રિવાયત પ્રમાણે મકામ--ઈબ્રાહિમ પથ્થર છે જેનો ઉપયોગ ઈબ્રાહિમે મક્કામાં કાબાના નિર્માણ દરમિયાન દીવાલ બનાવવા કર્યો હતો જેથી તેઓ તેના પર ઉભા રહીને દીવાલ બનાવી શકે. પયગંબરના પગના નિશાનને સંરક્ષિત કરવા માટે પથ્થરને સોના, ચાંદી અને કાચની એક ફ્રેમ વડે શણગારવામાં આવ્યો છે.

મુસ્લિમો એવું માને છે કે, જે પથ્થર પર પદચિહ્નની છાપ છે તે સીધા સ્વર્ગમાંથી પવિત્ર કાળા પથ્થર હજ--અસવદ સાથે આવ્યા હતા. મકામ--ઈબ્રાહિમનો આકાર વર્ગાકાર છે જેમાં વચ્ચે બે અંડાકાર ખાડા છે જેમાં પયગંબર ઈબ્રાહિમના પગનનિશાન છે. મકામ--ઈબ્રાહિમનો રંગ સફેદ, કાળા અને પીળાની વચ્ચેનો છે. જ્યારે તેની પહોળાઈ, લંબાઈ અને ઉંચાઈ ૫૦ સેમી છે.

(12:00 am IST)