Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

યુકેથી ૩ ઓક્સિન જનરેટર, વેન્ટિલેટર સાથે વિમાન રવાના

કોરોનાના સામના માટે ભારતની મદદે અનેક દેશો આવ્યા : ઈન્ડિયન રેડક્રોસની મદદથી યુકેથી આવેલા આ પુરવઠાને કોરોના ઝઝુમી રહેલા ભારની હોસ્પિટલોમાં પહોંચાડાશે

નવી દિલ્હી, તા. ૮ : કોરોના વાયરસ મહામારીનો સામનો કરવા માટે વિશ્વના અનેક દેશો ભારતની મદદ કરવા આગળ આવી રહ્યા છે. તેના અનુસંધાને ઉત્તરી આયરલેન્ડના બેલફાસ્ટ ખાતેથી ૧૮ ટનના ઓક્સિજન જનરેટર અને ,૦૦૦ વેન્ટિલેટર સાથે વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાને ભારત માટે ઉડાન ભરી દીધી છે. બ્રિટિશ સરકારે પોતે અંગેની જાણકારી આપી છે.

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ)ના કહેવા પ્રમાણે એરપોર્ટના કર્મચારીઓએ આખી રાત આકરી મહેનત કરીને વિશાળકાય એન્ટોનાવ ૧૨૪ વિમાનમાં જીવન રક્ષક દવાઓ લાદી હતી.

ઈન્ડિયન રેડક્રોસની મદદથી યુકેથી આવેલા પુરવઠાને કોરોના સંકટ સામે ઝઝુમી રહેલા ભારતની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે. ત્રણેય ઓક્સિજન જનરેટરમાંથી પ્રત્યેક જનરેટર પ્રતિ મિનિટ ૫૦૦ લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવા સક્ષમ છે. જે એક સમયે ૫૦ લોકોના ઉપયોગ માટે પર્યાપ્ત છે.

વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાનમાં ઉપકરણો લાદવામાં આવ્યા તે સમયે ઉત્તરી આયરલેન્ડના હેલ્થ મિનિસ્ટર રોબિન સ્વાન બેલફાસ્ટ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. રોબિન સ્વાનના કહેવા પ્રમાણે તેઓ ભારતને તમામ સંભવિત મદદ અને પોતાનું સમર્થન આપે તે તેમની નૈતિક જવાબદારી છે.

(12:00 am IST)