Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ઇટલીની મહિલા પત્રકારનો મોટો ધડાકોઃ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ૧૩૦ થી ૧૭૦ ત્રાસવાદી માર્યા ગયેલ ૪૫ સારવારમાં

ઇટાલિયન મહિલા પત્રકાર ફ્રાન્સિસકા મેરિનોએ મોટો ધડાકો કર્યો છે. તેણે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનના બાલાકોટ ખાતે કરેલ એરસ્ટ્રાઈકમાં ૧૩૦ થી ૧૭૦ જેટલા જેસે મોહમ્મદના ત્રાસવાદી કેડરના લોકો માર્યા ગયા છે. જેમાં ૧૧ આતંકી ટ્રેનરો નો પણ સમાવેશ થાય છે. ૪૫ લોકો હજી પણ મેડિકલ ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે.

ફ્રાન્સિસકા મેરિનોના રિપોર્ટમાં જણાવ્યું છે કે પાકિસ્તાનએ લોકોને મૂરખ બનાવવા પ્રયાસો કર્યા છતાં ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટ ખાતે વહેલી સવારે ભારતે કરેલ એરસ્ટ્રાઈકની વિગતો બહાર આવી રહી છે. પાકિસ્તાન આર્મીના સોર્સ ટાંકીને આ મહિલા પત્રકારએ જણાવેલ કે ભારતે હવાઈ હુમલો કર્યા પછી અઢી કલાકે સીંકીઆરી ખાતેનું પાકિસ્તાન લશ્કરનું એક યુનિટ સ્થળ સુધી પહોંચ્યું હતું. લશ્કરી મથક સીંકીઆરી બાલાકોટ થી ૨૦ કિલોમીટર દૂર છે

(4:16 pm IST)