Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ઇરાન પર ઇઝરાયલના હવાઇ હુમલાઃ ૭ના મોત

અણુ સમજૂતીથી અમેરિકા અલગ થતા એક કલાકમાં જ નેતન્યાહુ ત્રાટકયા : પૂર્ણકક્ષાના યુધ્ધના એંધાણઃ સીરિયાના મીડિયાનું વિશ્લેષણઃ ઇઝરાઇલ-ઇરાન વચ્ચે તનાવ વધ્યો

નવી દિલ્હી તા. ૯ : અમેરિકાએ ઇરાનની સાથે ત્રણ વર્ષ પહેલાં થયેલી પરમાણુ ડીલથી પોતાને અલગ કરી દીધા છે. પ્રેસિડન્ટઙ્ગડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસથી ટીવી પર આવેલા ભાષણમાં આ જાહેરાત કરી છે. આ સાથે જ તેઓએ ઇરાન પર ફરીથી આર્થિક પ્રતિબંધો લાગુ કરવાની વાત કહી છે. ટ્રમ્પની ન્યૂકિલયર ડીલમાંથી અલગ થવાની જાહેરાતના એક કલાક બાદ ઇઝરાયલે ઇરાનમાં એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ૯ જેટલાં ઇરાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર, સીરિયાની રાજધાની દમાસ્કસમાં આવેલા ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ બેઝને ઇઝરાયલ સૈન્યએ ટાર્ગેટ બનાવ્યું હતું.

બોર્ડર પર આ પ્રકારે અનિયમિત ટ્રૂપ એકિટવિટીના કારણે ઇઝરાયલ અને ઇરાનની વચ્ચે તણાવમાં ઓર વધારો થયો છે.

ગવર્મેન્ટ ડિફેન્સ ફોર્સે ગોલાન હાઇટ્સમાં બોમ્બ શેલ્ટર બનાવવાના ઓર્ડર આપ્યા છે.  ઇઝરાયલ સૈન્ય દ્વારા આ એરસ્ટ્રાઇક પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ન્યૂકિલયર ડીલમાંથી હટી જવાની જાહેરતના એક કલાક બાદ થઇ છે. એરસ્ટ્રાઇક બાદ ઇઝાયલના ટોપ જનરલ ગડી ઇઝેનકોટે એન્યુઅલ સિકયોરિટી કોન્ફરન્સના શિડ્યુલને કેન્સલ કરી દીધા હતા અને ડિફેન્સ મિનિસ્ટર એવિગ્ડોર લિબરમેન સાથે સિક્રેટ મીટિંગ ગોઠવી હતી.

ઇઝરાયેલે ગોલાનમાં આર્યન ડોમ શોર્ટ રેન્જ એર ડિફેન્સ ગોઠવી દીધા છે. જે આગામી દિવસોમાં અપેક્ષિત યુદ્ઘ તરફ ઇશારો કરે છે. આગામી દિવસોમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ રોકેટ અથવા મોર્ટારથી સ્ટ્રાઇકસ થઇ શકે છે.ઙ્ગ

ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટરઙ્ગબેન્જિામન નેતન્યાહૂએ ટેલિવિઝન પર આપેલા ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાન પોલીસીના વખાણ કર્યા હતા અને સીરિયાના ટેન્શનનો ઉલ્લેખ કર્યો હતો.ઙ્ગ

નેતન્યાહૂએ કહ્યું કે, છેલ્લાં ઘણાં મહિનાઓથી ઇરાન સીરિયાના સૈન્યને લિથલ વેપન્સ ટ્રાન્સફર કરી રહ્યું છે, જેથી તેનો ઉપયોગ તેઓ ઇઝરાયલ પર એરસ્ટ્રાઇક દરમિયાન કરી શકે. 'અમારા માલિકીના વિસ્તારમાં કરવામાં આવતા કોઇ પણ હુમલાનો અમે જવાબ આપવા માટે તૈયાર છીએ.'

ડોનાલ્ડ ટ્રમ્પના ન્યૂકિલયર ડીલમાંથી હટી જવાના નિર્ણય સામે ઇઝરાયલે ખુશી વ્યકત કરી હતી. ઇરાન અને લેબનનના હેઝબુલ્લાહ સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ-અસદને છેલ્લાં સાત વર્ષથી સપોર્ટ કરી રહ્યા છે.ઙ્ગજેના કારણે ઇઝરાયલ વારંવાર અહીં એરસ્ટ્રાઇક કરી રહ્યું છે, જેથી નોર્થ ફ્રન્ટમાં લેબનિસ-સીરિયાનું ગઠબંધન થતું અટકાવી શકાય.ઙ્ગ

ગત ૯ એપ્રિલના રોજ સીરિયા એરબેઝ પર થયેલી એરસ્ટ્રાઇકમાં કરી હતી. જેમાં ૯ સીરિયન સૈનિકોના મોત થયા હતા. ઇરાને આ એરસ્ટ્રાઇક માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું.

(3:07 pm IST)