Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

મુસ્લિમો તસ્વીર કે મૂર્તિઓમાં વિશ્વાસ કરતા નથી :જિન્ના ભારતની એકતા અને અખંડતા માટે આદર્શ બની શકે નહીં :બાબા રામદેવ

જિન્નાની તસ્વીર વિવાદમાં યોગગુરુએ પણ જંપલાવ્યું :પાકિસ્તાનના સ્થાપક તેમના દેશ અંતે સારા પણ આપણા માટે નહીં

ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં વિધાર્થી સંગઠનના રૂમમાં મોહમ્મદ અલી ઝીણાની તસ્વીરના વકરેલા વિવાદમાં યોગગુરુ રામદેવે જંપલાવ્યું છે બાબા રામદેવે જણાવ્યું છે કે મુસ્લિમો તસ્વીર ને મૂર્તિઓમાં વિશ્વાસ નથી કરતા તેથી તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના સ્થાપક તેમના દેશમાં માટે સારા હશે પરંતુ તે ભારતની એકતા અને અખંડિતા માટે કયારેય આદર્શના બની શકે.

યોગગુરુ બાબા રામદેવનું આ નિવેદન કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના પૂર્વ કોંગ્રેસ નેતા મણીશંકર ઐય્યર ઝીણાના વખાણ કરતા નિવેદનને વખોડતા નિવેદન બાદ આવ્યું છે. નકવીએ કહ્યું હતું કે ઐય્યરનું નિવેદન કોંગ્રેસ પક્ષની વિચારધારાને પ્રદર્શિત કરે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

યુએસએ ઈરાન સાથે પરમાણુ કરાર તોડી નાખતા વૈશ્વિક 

ક્રૂડમાં લાલચોળ તેજી :બ્રેન્ટનો ભાવ 76,75 ડોલરે આબ્યો

ફોટો   crude

રાજકોટ :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન સાથેની પરમાણુ સમજૂતી તોડી નાખવાની જાહેરાત કરાયા બાદ આજે વૈશ્વિક ક્રૂડના ભાવમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાતા બ્રેન્ટ ક્રૂડ સાડા ત્રણની વર્ષની સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યું હતું. અમેરિકાએ ઈરાન પર વધુ આર્થિક પ્રતિબંધો લગાવવાના સંકોતો આપ્યા છે. જેને પગલે ક્રૂડની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

   આજે નાઈમેક્સ પર (WTI) ક્રૂડ પાછલા સેટલમેન્ટની તુલનામાં 2.3 ટકાના ઉછાળા સાથે ભાવ બેરલ દિઠ 70.67 ડોલર પર ક્વોટ થયાં હતાં.બીજી તરફ બ્રેન્ટ ક્રૂડમાં પણ ઉછાળો નોંધાતા પાછલા સેટલમેન્ટની તુલનામાં 2.5 ટકાના વધારા સાથે ભાવ બેરલ દિઠ 76.75 ડોલર પર ક્વોટ થયાં હતાં.

 

 

અમદાવાદમાં રિક્ષાચાલકની ઈમાનદારી :દાગીના ભરેલી બેગ અને ડોક્યુમેન્ટ પરત કર્યા
ફોટો   rixa
અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરે ઈમાનદારી અને પ્રામાણિકતાનુ ઉદાહરણ આપ્યુ છે. મંગળવારે રિલિફ રોડ પર આવેલી ઘીકાંટા કોર્ટ પાસે એક કપલ રિક્ષામાં જ પોતાની બેગ ભૂલી ગયું હતું. પરંતુ રિક્ષા ડ્રાઈવરનું ધ્યાન જતા બેગ ખોલીને જોયુ તો બેગમાં સોના-ચાંદીનાં આભૂષણો અને મહત્વના ડોક્યુમેન્ટ્સની ફાઇલ હતી. જો કે તેણે કપલને બેગ પરત કરી ઈમાનદારીનો દાખલો બેસાડ્યો હતો.

 

 

 

છોટાઉદેપુરના રંગપુર પાસે ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત :એક જ પરિવારના 7 લોકોના મોત:શોકનું મોજું
ગ્રેટ---તમામ મૃતકો મધ્યપ્રદેશના કુક્ષી તાલુકાના વતની : પરિવાર વડોદરાની હોસ્પિટલે જઈ રહ્યો હતો
ફોટો   aksmat
છોટાઉદેપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 7 લોકોનાં મોત થયા છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
    આ અંગે મળતી વિગત મુજબ છોટા ઉદેપુરના રંગપુર પાસે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ  કરૂણ મોત નિપજ્યા છે. જે લોકોના મોત થયા છે તે તમામ મધ્ય પ્રદેશના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 3 બાળક, 2 મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે.

   જાણવા મળ્યા મુજબ આ તમામ મૃતકો મધ્યપ્રદેશના કુક્ષી તાલુકાના વતની છે. અને આ પરિવાર વડોદરાની હોસ્પિટલે જઈ રહ્યો હતો. તે દરમિયાન ગમખ્વાર અકસ્મતા સર્જાયો હતો. અને તેમાં 7 લોકોના મોત થયા હતા. જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે હાલ તો પોલીસે તમામના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા છે. અને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 

ગળતેશ્વરના બળેવીયામાં વિધવા ભાભી પર વહેમ
રાખીને ત્રાસ ગુજારવા મામલે દિયર વિરુદ્ધ ફરિયાદ
ફોટો tras
ગળતેશ્વર તાલુકાના બળેવીયામાં વિધવા ભાભી ઉપર ખોટો વ્હેમ રાખી ત્રાસ ગુજારનાર દિયર સામે સેવાલિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

   પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગળતેશ્વર તાલુકાના બળેવીયા ગામે લીલાબેન બળવંતભાઈ ડાભી (વિધવા) પરિવાર સાથે રહે છે. લીલાબેન વિધવા હોઈ તેણીનો દિયર મણીલાલ ખમીરભાઈ ડાભી જમીનના ભાગ બાબતને લઈ ભાભી સાથે ઝઘડો કરતો હતો. એટલું જ નહીં વિધવા ભાભી ઉપર ખોટો વ્હેમ રાખી અપશબ્દો બોલી અવારનવાર ઝઘડો કરતો હતો. આમ દિયરના રોજબરોજના ઝઘડા અને ત્રાસથી કંટાળેલ વિધવાએ સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મણીલાલ ખમીરભાઈ ડાભી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

કપડવંજ :વૃદ્ધ પર ઘાતક હથિયારથી હુમલો કરીને
સોના ચાંદીના દાગીના સહીત  4,80 લાખની લૂંટ
ગ્રેટ--- સોલાર પ્રોજેક્ટના સિક્યુરિટીના માણસો સામે શંકા
ફોટો lut
કપડવંજ તાલુકાના હિરાપુરાલાટમાં રાત્રે વૃદ્ઘ ઉપર ઘાતક હથિયોરોથી હુમલો કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ ૪,૮૦,૦૦૦ની મતાની લૂંટ કર્યાની ફરિયાદ દાખલ થઇ છે આ લૂંટના બનાવ અંગે સોલાર પ્રોજેક્ટના સિક્યુરિટીના માણસો સામે શંકા વ્યક્ત કરવામાં આવી છેબીજીતરફ  સિક્યુરિટી સુપરવાઈઝરે ૨૫ માણસોના ટોળાં સામે તોડફોડ કરી નુકસાન કર્યાની કપડવંજ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના હિરાપુરાલાટ તાબે વડોલમાં વજેસીંગ વાઘાભાઈ સોઢા પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે જમી પરવારી ઘર બહાર ઓટલા ઉપર સૂતા હતા ત્યારે છથી વધારે ઈસમો લોખંડની પાઈપ જેવા હથિયારથી વજેસીંગ સોઢા ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. બાદમાં આ અજાણ્યા ઈસમોએ મકાનમાં પ્રવેશી પતરાની પેટીમાં મૂકેલ સોના-ચાંદીના જુદા જુદા દાગીના ૪,૬૨,૦૦૦, રોકડા ૧૦,૦૦૦ તથા મોબાઈલ કિમત ૮૦૦૦ મળી કુલ રૂા,૮૦,૦૦૦ની મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 

 

 

 

 

 

આણંદના વિદ્યા ડેરી રોડ પરથી દારૂના જથ્થા સાથે
સુરેશ ચાવડા ઝડપાયો:કારમાંથી 108 બોટલો જપ્ત
અલ્ટો કારમાંથી બેગ પાઇપર વહિસ્કીની 32,400ની કિંમતની 108 બોટલ મળી
ફોટો drink
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાત્રીના સુમારે વિદ્યા ડેરી રોડ ઉપરથી એક અલ્ટો કારમાંથી ૩૨૪૦૦નો વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

   મળતી વિગતો મુજબ ગતરાત્રીના નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલી એલસીબી પોલીસને બાતમી મળી કે  વિદ્યા ડેરી રોડ ઉપર રહેતા સુરેશભાઈ રમણભાઈ ચાવડા વિદેશી દારૂનો ધંધો કરે છે અને અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેથી પોલીસ વિદ્યા ડેરી રોડ ઉપર પહોંચી અલ્ટો કારની તલાશી લેતાં અંદરથી બેગ પાઈપર વ્હીસ્કીની ૧૦૮ બોટલો કે જેની કિંમત ૩૨૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો.

પોલીસે સુરેશ ચાવડાની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

 

 

ભાદરણ પરણેલી અમેરિકન સિટિઝનશીપ ધરાવતી યુવતીનો 
લગ્નના ચોથા દિવસથી  5 કરોડનો કરિયાવર પચાવી પડાયો
 

ગ્રેટ---પરિણીતાના કાકાએ નોંધાવી ન્યુઝીલેન્ડ સ્થિત પતિ,તેમજ સાસુ અને જેઠ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
 

ફોટો kariyavar
 

ભાદરણ ગામે પરણેલી અને અમેરિકન સીટીઝનશીપ ધરાવતી વસોની યુવતીનું લગ્નના ચોથા દિવસથી પતિ, સાસુ અને જેઠ દ્વારા પાંચ કરોડનું કરિયાવર પચાવી પાડતાં આ અંગે ભાદરણ પોલીસે પરિણીતાના કાકાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

   આ અંગે મળતી વિગત મુજબ અમેરિકન સીટીઝનશીપ ધરાવતી મુગ્યાના લગ્ન ગત તારીખ ૨૬-૭-૧૨ના રોજ ભાદરણ પરંતુ હાલમાં ન્યુઝીલેન્ડ ખાતે રહેતા હાર્દિકભાઈ કિરિટભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન વખતે મુગ્યાના માતા-પિતા સગાસબંંધીઓ તથા શુભેચ્છકો દ્વારા આપવામાં આવેલું પાંચ કરોડ ઉપરાંતનું કરિયાવર આપવામાં આવ્યું હતુ. આ કરિયાવર લઈને મુગ્યા સાસરીમાં આવી હતી પરંતુ લગ્નના ચાર દિવસ બાદથી જ તેણીનું તમામ કરિયાવર પતિ, સાસુ રેખાબેન અને જેઠ કૃણાલભાઈ દ્વારા પચાવી પાડવામાં આવ્યું હતુ. અને મુગ્યાને પહેરવા માટે માત્ર એક સોનાની વીંટી આપવામાં આવી હતી.

મુગ્યા તારીખ ૧૨-૮-૧૨ના રોજ અમેરિકા જતી રહી હતી અને તારીખ ૨૪-૧૨-૧૨ના રોજ પરત ફરી હતી.પરત આવ્યા બાદ પણ તેણીએ પોતાના દાગીના વગેરેની માંગણી કરી હતી જે આપ્યા નહોતા. દરમ્યાન મુગ્યાના સંબંધીઓ દ્વારા તેની સાસરીની મુલાકાત લેતા લગ્ન વખતે આપવામાં આવેલી વસ્તુઓ જોવા મળી નહોતી. જો કે ત્યારબાદ મગ્યા ફરી પાછી અમેરિકા જતી રહી હતી અને વસો ખાતે રહેતા પોતાના કાકા પંકજભાઈને પોલીસ ફરિયાદ કરવા માટે પાવર ઓફ એટર્ની લખી આપતાં તેના આધારે પંકજભાઈએ ભાદરણ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

 

 

 

બોરસદની સોસાયટીઓમાં વાનરોનો ત્રાસ :ઘરમાં ઘુસતા ફેલાયો ભય :ધાબે સુતા લોકોને ભર્યા બચકા:ચારને  ઇજા
ગ્રેટ---આઠથી દસ વાનર ટોળકીનો આતંક :નિરાકરણ લાવવા રહીશોની માંગણી
ફોટો monkey 
બોરસદની સોસાયટીઓમાં વાનરોએ ત્રાસ ફેલાવ્યો છે યેનકેન પ્રકારે ઘરમાં ઘુસી જતા વાનરોને કારણે લોકોમાં ભય ફેલાયો છે  સિંગલાવ રોડ પરની સોસાયટી વિસ્તારમાં વહેલી સવારથી જ વાંદરાના ટોળેટોળા આ વિસ્તારમાં ઉમટી પડે છે. મકાનોના ધાબા અને કયારેક ખુલ્લા બારણામાંથી ઘરમાં ઘૂસી જતા વાંદરાઓએ ભયનો માહોલ ફેલાવ્યો છે.વન વિભાગ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા સત્વરે પગલા હાથ ધરવા સ્થાનિકોની માંગ થવા પામી છે.

    બોરસદના પૂર્વ વિસ્તારમાં આવેલ રવિકુંજ સોસાયટી, રોહિતનગર, રાજનગર સોસાયટી, સૂર્યનારાયણ સોસાયટી સહિત ૪૦૦ રહેણાંક વિસ્તારમાં છેલ્લા આઠ-દસ દિવસથી વાનરોની ટોળીએ આંતક ફેલાવ્યો છે. રાહદારીઓ પર હુમલા સહિત મકાનના ધાબે સૂઇ રહેલા લોકોને નિશાન બનાવીને વાનરો ત્રાટકે છે. જેમાં છેલ્લા પ દિવસમાં ચાર લોકોને ઇજા પહોંચાડી હોવાનું જાણવા મળે છે.

 

 

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અંગે  આણંદ જિલ્લાના 11 ગામોના ખેડૂતો સાથે ચર્ચા
 

ગ્રેટ----રેલ અધિકારીઓએ વળતર સહિતની પ્રક્રિયાની આપી જાણકારી
 

   ફોટો  bulet 
 

મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની અંતિમ પ્રકિયા શરૂ કરાઈ છે તાજેતરમાં આણંદના ટાઉનહોલમાં રેલ પ્રોજેકટના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઇ હતી.પ્રારંભિક તબકકામાં આણંદ જિલ્લાના ૧૧ ગામોમાંથી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન અંગે ખેડૂતો સાથે ચર્ચા કરીને વળતર સહિતની પ્રકિયા અંગે જાણકારી અપાઈ હતી
  સૂત્રોના જણાવ્યાનુસાર આગામી ટૂંક સમયમાં હવે સંપાદન થનારી જમીન માટે માપણીની શરૂઆત સાથે ડી માર્કેશન (હદ નિશાન) કરાશે. જેથી તે સ્થળ બાદમાં બુલેટ ટ્રેન માટે અનામત થઇ જશે. બુલેટ ટ્રેન જમીનથી ૧પથી ર૦ ફૂટ ઉંપર દોડશે જેથી ઓછી જમીન સંપાદન થવાની હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં ૩૪૯ કિલોમીટર દોડનારી બુલેટ ટ્રેન માટે વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને અમદાવાદ જિલ્લાની જમીનો સંપાદન થવાની છે.

 

(12:51 pm IST)