Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

કર્ણાટકની ચૂંટણી પતે એટલે લોકોને ચક્કર આવી જાય તેવો ડીઝલ - પેટ્રોલમાં ભાવવધારો આવશે?

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રુડના ભાવ ૩ વર્ષની સર્વોચ્ચ સપાટીએ

નવી દિલ્હી તા. ૯ : કર્ણાટકની વિધાનસભા ચૂંટણી બાદ દેશની જનતાએ મોટા આંચકા માટે તૈયાર રહેવું પડશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો વધારો જોવા મળી શકે છે કારણ કેઙ્ગ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમત વધીને સાડા ત્રણ વર્ષની ટોચે પહોંચી ગઇ છે.

ક્રૂડ ઓઇલની કિંમતમાં બે ટકા કરતા વધુનો ઉછાળો નોંધાયો છે. ઇરાન ૨૦૧૬માં મોટો ઓઇલ એકસપોર્ટર દેશ બનીને સામે આવ્યો છે. અમેરિકાએ ઇરાન પરમાણુ સમજૂતીમાંથી ખસી જવાનો નિર્ણય કરતા તેની અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટ પર જોવા મળી છે.

આ ઉપરાંત અમેરિકાએ ઇરાન ઉપર પ્રતિબંધો લાગુ કર્યા છે. જેના કારણે બ્રેન્ડ ક્રૂડ ઓઇલ ફયૂચરની કિંમત નવેમ્બર, ૨૦૧૪ બાદ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી. બ્રેન્ડ ક્રૂડ ઓઇલ ફયૂચરની કિંમત ૧.૮૧ ડોલર વધીને ૭૬.૭૫ ડોલર પ્રતિ બેરલ નોંધાઇ. જાણકારોના મતે જો અમેરિકા અને ઇરાનની વચ્ચેનો તણાવ આગળ પણ ચાલુ રહ્યો તો ૨૦૧૮ના અંત સુધીમાં ક્રૂડની કિંમત ૮૦ ડોલરની સપાટી વટાવી દેશે.(૨૧.૧૩)

(11:44 am IST)