Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ભાજપના અમાસ જેવા કાળા શાસનમાં બંધારણ ભયમાં મુકાયું છે: ૧૪ એપ્રિલે દલિત દિવાળી ઉજવવા અખિલેશ યાદવની હાકલ

ભાજપના રાજકીય અમાસના યુગમાં એ બંધારણ જોખમમાં છે, જેના દ્વારા  પૂજ્ય  બાબાસાહેબે સ્વતંત્ર ભારતને નવો રોશની આપી હતી. એ માટે ૧૪ એપ્રિલના રોજ, બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ, સમાજવાદી પાર્ટી ઉત્તરપ્રદેશ સહિત દેશ-વિદેશમાં 'દલિત દિવાળી' ઉજવવાની હાકલ કરે છે ટીમ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવે આજે ટ્વીટ કરીને જણાવ્યું છે.

(12:20 am IST)
  • રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિત તેમના પૂરા પરિવારને વળગ્યો કોરોના : તેમના પતિ બકુલભાઈ, બન્ને પુત્રો, પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થતા પરિવારમાં હડકંપ મચી ગયો access_time 11:39 pm IST

  • LinkedIn સોશિયલ મીડિયા ઉપરના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા લીક થતા વિશ્વભરમાં સનસનાટી : સોશિયલ મીડિયાની જગપ્રસિદ્ધ LinekIn સાઇટ ઉપરના ૫૦ કરોડ જેટલા યુઝર્સના પર્સનલ ડેટા ઓનલાઇન લીક થયા છે. આટલી મોટી માત્રામાં પર્સનલ ડેટા લીક થતા મોટો ખળભળાટ મચી ગયો છે. યુઝર્સના પૂરા નામ, આઇડી, ઈ-મેલ એડ્રેસ, ફોન નંબર, અને બીજી અંગત વિગતો લીક થઈ ગયેલ છે. ઈટાલિયન ખાનગી વોચ ડોગ એજન્સીએ linkedin ડેટા ચોરી અંગે તપાસ શરૂ કરી દીધી છે. access_time 11:16 am IST

  • કોરોના સંબંધિત પગલાઓ લેવાની તમામ સત્તા રાજય સરકારોને આપવામાં આવી છે : અમિતભાઈ : ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોન સહિતના શું પગલાઓ લેવા તેની સંપૂર્ણ છૂટ રાજય સરકારોને આપવામાં આવી છે : ફેબ્રુઆરીના અંતથી આ છૂટ આપવામાં આવી છે, જે હેઠળ હવે રાજયોએ નક્કી કરવાનું છે કે તેમના રાજયમાં કન્ટેનમેન્ટ ઝોન કે લોકડાઉન સહિતના કેવા પગલા લેવા? access_time 3:56 pm IST