Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

આવું ફરી ન થવું જોઈએ : સચિન વાઝેનું નિવેદન બુધવારે મીડિયામાં લીક થઇ જતા એનઆઈએ કોર્ટે બચાવ પક્ષના વકીલોને ચેતવણી આપી : વાઝેની રિમાન્ડ 23 એપ્રિલ સુધી લંબાવી : મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર મળી આવેલા વિસ્ફોટકોથી ભરેલી એસયુવી સંબંધિત કેસની ચાલી રહેલી સુનાવણી

મુંબઈ : મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર મળી આવેલા વિસ્ફોટકોથી ભરેલી એસયુવી સંબંધિત કેસની ચાલી રહેલી સુનાવણી દરમિયાન આજરોજ એનઆઈએ કોર્ટે બચાવ પક્ષના વકીલોને ચેતવણી આપી જણાવ્યું હતું કે આવું ફરી ન થવું જોઈએ .નામદાર કોર્ટનો ઈશારો મીડિયા સમક્ષ લિક કરાયેલા વાઝેના નિવેદનના સંદર્ભમાં હતો.

નિવેદનમાં વાઝેએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને શિવસેના પ્રધાન અનિલ પરબ સામે આરોપ લગાવ્યા હતા કે તેઓએ વાઝેની પાસે 100 કરોડ રૂપિયાની માંગ કરી હતી. જે મુંબઈના રેસ્ટોરન્ટ્સ અને બાર પાસેથી ઉઘરાવવાના હતા.

સ્પેશિઅલ પબ્લિક પ્રોસિક્યુટર  સુનીલ ગોંસાલ્વેસે એનઆઈએ તરફથી હાજરી આપી હતી . તેમણે એવી રજૂઆત કરી હતી કે ફોજદારી કેસની આચારસંહિતા હેઠળની કાર્યવાહીને પગલે વાઝેને આ નિવેદન રજૂ કરવા સૂચના આપ્યા પછી, નિવેદન ”કોઈક રીતે મીડિયા સમક્ષ લિક થઈ ગયું છે.આથી એનઆઈએ કોર્ટે બચાવ પક્ષના વકીલોને ચેતવણી આપી જણાવ્યું હતું કે આવું ફરીથી ન થવું જોઈએ.તમે તેના વકીલ છો, તમને  પ્રક્રિયાની જાણ હોવી જોઈએ.

જેના અનુસંધાને વાઝે વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અબાદ પોંડાએ રજૂઆત કરી હતી કે મીડિયાને પત્ર કેવી રીતે લિક થયો તે અંગે તેમની પાસે કોઈ માહિતી  નથી અને ઉમેર્યું હતું કે તેઓ પણ સંપૂર્ણપણે આનાથી  વિરુદ્ધ છે.

એન આઈ એ કોર્ટેએ વાઝેની રિમાન્ડ 23 એપ્રિલ સુધી લંબાવી હતી તથા
દેશમુખ ઉપરના આરોપો અંગે વાઝેની  પૂછપરછ કરવા કોર્ટે સીબીઆઈને પણ  મંજૂરી  આપી હતી.તેવું .એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:51 pm IST)