Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોવિશીલ્ડ કોરોનાથી નહીં પણ મૃત્યુથી બચાવશે : કોરોના રસી લીધા પછી પણ લોકો સંક્રમિત થતા હોવાના અહેવાલ બાદ કોવિશીલ્ડના નિર્માતા અદર પુનાવાલાની સ્પષ્ટતા

નવી દિલ્હી : કોરોનાથી રક્ષણ મેળવવા લોકો કોવિશીલ્ડ રસી લીધા પછી પણ સંક્રમિત થઇ રહ્યાના અહેવાલો વચ્ચે કોવીશીલ્ડના નિર્માતા અદર પુનાવાલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ઼ છે કે કોવીશીલ્ડ રસી લેવાથી લોકો બિમારીથી નહીં બચી શકે પરંતુ મૃત્યુ સામે આ રસી રક્ષણ આપતી હોવાનું જણાવ્યુ છે.

કોરોના રસી લીધા બાદ પણ શા માટે લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. તે અંગે કોરોના વેક્સિન કોવીશીલ્ડના નિર્માતા અદાર પુનાવાલા એ આ રસી કોરોનાથી નહીં પણ મોત સામે રક્ષણ આપતી હોવાનું જણાવ્યું છે.

એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની રસીમાં આવી રહેલી બ્લડ કલોટિંગની ફરિયાદો બાદ ઘણા દેશોમાં તેની તપાસ થઇ રહી છે. પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ રસીની મોટી નિર્માતા કંપની છએ. જેનો ડોઝ ભારતમાં સતત આપવામાં આવી રહ્યો છે અને લોકો કોરોનાની બીજી લહેર બાદ તેના માટે પડાપડી પણ કરી રહ્યા છે. હવે ફરિયાદ ઉઠતા સીરમ કંપનીના સીઇઓ અદાર પૂનાવાલાએ એક ઇન્ટરવ્યૂમાં તેમની રસીની સંભવિત આડઅસર અંગે વાત કરી. અદાર પૂનાવાલા એ ઘણા લોકો રસી લીધા બાદ પણ પોઝિટિવ આવી રહ્યા અંગે જણાવ્યું કે

“હું એટલા માટે તેને કોવિડ શીલ્ડ કહું છું, કારણ કે આ એક પ્રકારનું શીલ્ડ (ક્વચ) છે. જે તમને બીમાર થતાં નહીં બચાવે પણ તેનાથી તમે મરશો નહીં. આ તમને ગંભીર બીમારીથી બચાવે છે અને 95 ટકા કેસોમાં એક ડોઝ લીધા બાદ પણ તમને હોસ્પિટલ જતાં બચાવશે. જેમ બુલેટ પ્રુફ જેકેટમાં હોય છે, જ્યારે તમને ગોળી વાગે તો તમે બુલેટપ્રુફ જેકેટને કારણે મરતા નથી પરંતુ તમને થોડુ નુકસાન પહોંચે છે. જાન્યુઆરીથી આત્યાર સુધી અમે આશરે 4 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી ચૂક્યા છે. હવે એ જોવાનું કે તેઓ હોસ્પિટલમાં ભરતી દાખલ થઇ રહ્યા છે?”

રસીના મૂળ આઇડિયા અંહે પૂનાવાલાએ જણાવ્યું કે હું કે “અન્ય કોઇ રસીએ આજ સુધી દાવો નથી કર્યો કે રસી તમને બીમાર થવા નહીં દે. બની શકે કે લોકોમાં આવી ધારણા હોય. આજે તમે બીજી રસી પણ જોઇ લો, બહુ ઓછી એવી વેક્સિન હશે, જે તમને બીમાર થતાં કે સંક્રમિત થતાં બચાવે છે.”

 “ડબ્લ્યુએચઓનો પણ એવો જ મત છે કે તમે સ્વસ્થ રહો અને તેના માટે રસી જરુરી છે. બીમારીથી બચાવવાનો અમારો કે કોઇ પણ સાયન્ટિફિક સમાજનો ગોલપોસ્ટ નહીં રહ્યો હોય. આજે એવી ઘણી દવાઓ છે જે તે સમયે કામ કરતી હતી, પરંતુ હવે કરતી નથી. આજની તારીખમાં મનુષ્ય દ્વારા બનાવાયેલું એવું કંઇ પણ નથી જે 100 ટકા હોય.

(9:01 pm IST)
  • કોરોના નાથવા સરકાર લોકડાઉન કે આંશિક લોકડાઉનનો સહારો લઇ રહી છે. મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં ઘણા દિવસોથી વેપાર ધંધા ઠપ્પ છે. લોકડાઉન એ ઉપાય નથી. માટે વેપારીઓએ કોરોનાથી નહીં, ભૂખમરાથી મરીશુ એવા પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકડાઉન ન લદાય એ માટે લોકોએ પણ જવાબદાર બનીને બિનજરૂરી હર-ફર બંધ કરવી જોઇઅ, માસ્ક પહેરીને જ બહાર જવું જોઇએ. access_time 10:45 am IST

  • મહારાષ્ટ્રમાં ૯૩ લાખથી વધુ લોકોને વેક્સીન અપાઈ ગયાનું આરોગ્ય મંત્રાલયે જોહેર કર્યુ છે access_time 3:55 pm IST

  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST