Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મુંબઈમાં કોરોના વેક્સિન ખૂટી પડી: પચાસ કેન્દ્રો ઉપર રસીકરણ બંધ

આજે શુક્રવારે કોરોના  રસીના અભાવને કારણે મુંબઈમાં ૫૦ રસીકરણ કેન્દ્રો બંધ રહયા છે. આ ઉપરાંત, મર્યાદિત સ્ટોકને કારણે, કેટલાક કેન્દ્રો કે જ્યાં રસી આપવામાં આવી રહી છે તે પણ આજે બંધ રાખવી પડી શકે છે.  તમને જણાવી દઇએ કે આજે મુંબઈના ૬૯ રસીકરણ કેન્દ્રો પર અસરકારક રીતે રસી આપવામાં આવી રહી છે. મુંબઈમાં કુલ ૧૨૦ રસીકરણ કેન્દ્રો છે, જે દરરોજ ૨૦૦ થી વધુ સત્રોમાં કાર્યરત છે.

(4:11 pm IST)