Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ઓપ્પોનો F 19 ભારતમાં લોન્ચઃ ફાસ્ટ ચાર્જિગનો લાભ

લોન્ચ સાથે જ ૧૦ મિલિયન યુનિટનું વેંચાણ

મુંબઇ, તા.૯: વિશ્વની અગ્રણી સ્માર્ટ ડિવાઇઝ બ્રાન્ડ ઓપ્પોએ ભારતમાં એની પ્રસિદ્ઘ જ્ સીરિઝ અંતર્ગત વધુ એક સ્લીક અને ઉત્કૃષ્ટ નવો ઓપ્પો F19 લોંચ કરવાની જાહેરાત કરી હતી. ઓપ્પો F19 સીરિઝ અંતર્ગત અન્ય ટ્રેન્ડ-સેટિંગ ઓછામાં વધારે સુવિધા ધરાવતું સ્લીક ડિવાઇઝ છે, જે ૫૦૦૦ mAhની બેટરી ચાર્જ કરવા 33W ફ્લેશ ચાર્જ સાથે આવે છે. વળી આટલી ક્ષમતા ધરાવતી બેટરી છતાં ડિવાઇઝનું વજન ઓછું છે અને ડિઝાઇન સ્લીક છે.

 

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝકીર ખાન દ્વારા સંચાલિત 'અત્યાર સુધીની સૌથી ફાસ્ટ લોંચ ઇવેન્ટ' હતી. ઇવેન્ટ F19ના ફ્લેશ ચાર્જને અનુરૂપ હતી, કારણ કે ફકત ૫ મિનિટમાં ઇવેન્ટ પૂર્ણ થઈ હતી અને આટલા સમયમાં F19એ૫.૫ કલાકનો ટોક ટાઇમ પ્રદાન કર્યો હતો!

હંમેશા સતત ફરતા યુવાન ઉપભોકતાઓને લક્ષ્યાંક બનાવવાને અનુરૂપ ઓપ્પો F19 વિવિધ ખાસિયતો ધરાવે છે, જેમ કે 33W ફ્લેશ ચાર્જ, મોટી 5000mAhના બેટરી, એમોલેડ FHD+ ડિસ્પ્લે, ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ અને એન્ડ્રોઇડ ૧૧ પર આધારિત લેટેસ્ટ કલરઓએસ ૧૧.૧ – આ તમામ સુવિધાઓ સ્લીક અને સ્ટાઇલિશ બોડીમાં. હકીકતમાં ઓપ્પો F19 એના પ્રાઇસ સેગમેર્ન્ટંમાં 5000mAh બેટરી સાથે સૌથી સ્લીક ફોન છે.

(4:01 pm IST)