Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોવિદ -19 ને મહાત કરવાનો રામબાણ ઈલાજ : બાયોટેક કંપની સાનોટાઇઝ નિર્મિત નાક દ્વારા લેવામાં આવતો સ્પ્રે વધુ સલામત અને અસરકારક હોવાનું પુરવાર થયું : બ્રિટન તથા કેનેડામાં તાત્કાલિક મંજૂરી આપવાના ચક્રો ગતિમાન

વાનકુંવર : બાયોટેક કંપની સાન ઓટીઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પો., ( SaNOtize ), એશફોર્ડ અને સેન્ટ પીટર હોસ્પિટલ્સ એન.એચ.એસ. ફાઉન્ડેશન ટ્રસ્ટ, યુ.કે., બર્કશાયર અને સુરે  પેથોલોજી સર્વિસીસે  ક્લિનિકલ ટ્રાયલના પરિણામો જાહેર કર્યા છે જે દર્શાવે છે કે  બાયોટેક કંપની સાનોટાઇઝ નિર્મિત નાક દ્વારા લેવામાં આવતો  સ્પ્રે વધુ સલામત અને અસરકારક હોવાનું  પુરવાર થયું છે.જે કોવિદ -19 ને મહાત કરવાનો રામબાણ ઈલાજ હોવાનું જણાયું છે.આ સ્પ્રે પોતાની જાતે જ નાક દ્વારા લઇ શકાય છે.

સ્પ્રે ( NONS ) એ સલામત અને અસરકારક એન્ટિવાયરલ સારવાર જણાઈ  છે જે COVID-19 ના સંક્રમણને અટકાવી શકે છે, તેનો કોર્સ ટૂંકાવી શકે છે, અને પહેલાથી ચેપગ્રસ્ત લોકોમાં લક્ષણો અને નુકસાનની તીવ્રતા ઘટાડે છે.

આ સ્પ્રે લેવાથી ચેપના કારણે  કોરોનગ્રસ્ત થયેલા દર્દીઓમાં 24 કલાકની અંદર  95% કરતા વધુ, અને 72 કલાકમાં 99% કરતા વધુ  SARS-CoV-2  વાયરલ લોડ ઘટ્યો  હોવાનું જાણવા મળ્યું છે.  COVID-19 ના 79 પુષ્ટિ થયેલા કેસોના મૂલ્યાંકનમાં આ સારવાર સફળ પુરવાર થઇ છે.જેમના ઉપર અજમાયશ કરવામાં આવી તે ગ્રુપમાં કોઈ પ્રતિકૂળ ઘટનાઓ નોંધાઈ નથી . તેથી કોવિદ -19  સારવાર  માટે યુકે અને કેનેડામાં તેનો તાત્કાલિક ઇમરજન્સી ઉપયોગ કરવાનું આયોજન છે.જેથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઘટાડો થઇ શકે.

આ અગાઉ કેનેડામાં પણ 7 હજાર જેટલા કોરોના સંક્રમિત દર્દીઓએ આ સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો.જેમાંથી કોઈને પણ આડઅસર જોવા મળી નથી. NONS એ એકમાત્ર આદર્શ ઉપચાર જણાયો છે જે મનુષ્યમાં વાયરલ ભાર ઘટાડવા માટે સફળ પુરવાર થયો છે જે એકવિધ એન્ટિબોડી સારવાર નથી.

COVID-19 રોગચાળાના વિનાશક માનવ પ્રભાવો સામે વૈશ્વિક લડાઇમાં આ સારવાર એક મુખ્ય પ્રગતિ હશે," તેવું મંતવ્ય એનએચએસ ક્લિનિકલ ટ્રાયલના મુખ્ય તપાસનીશ ડો.સ્ટીફન વિન્ચેસ્ટરએ વ્યક્ત કર્યું હતું. સાનો ટાઇઝ સારવાર વાઇરસને ફેફસામાં ઉતરવા અને ફેલાવવાથી અટકાવે છે.

સાનોટાઇઝની ઝડપી મંજૂરી અને ઉત્પાદન સમાજના લોકો માટે સલામત અને અસરકારક પુરવાર થઇ શકશે જે આગળ જતા સમગ્ર વિશ્વને સલામત અને તંદુરસ્ત બનાવવા માટે મદદરૂપ તથા ફાયદાકારક  થઇ શકશે . જે ઓછા ખર્ચે ઉત્પાદિત થઇ શકશે.

આ સારવાર વહેલી તકે લોકો સુધી પહોંચવી જોઈએ તેવું SaNOtize.ના કો-ફાઉન્ડર તથા સી.ઈ.ઓ.ડો.ગિલી રેજેવએ જણાવ્યું હતું.તેવું બી.ડબલ્યુ.દ્વાર જાણવા મળે છે.

(1:18 pm IST)