Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

વૈષ્ણોદેવી આવતા યાત્રિકો માટે નેગેટીવ ટેસ્ટ ફરજીયાત : મેળા અને પ્રદર્શનો ઉપર પ્રતિબંધ

વૈષ્ણોદેવીની યાત્રા ઉપર આવનારા યાત્રિકો માટે હવે કોરોના નેગેટીવ રીપોર્ટ સાથે લાવવાની શરત સામેલ કરવામાં આવી છે : વૈષ્ણોદેવી આવતા અનેક યાત્રિકોને કોરોના પોઝીટીવ હોવાની ઘટનાઓ બહાર આવતા સડક માર્ગે કાશ્મીર આવી રહેલા લોકો માટે ૨ વખત કોરોના ટેસ્ટ કરવાની શરત સાથે તેમના માટે આઈસોલેશન સેન્ટરો પણ તૈયાર કરાવવામાં આવ્યા છે : જમ્મુ કાશ્મીરના ૮ જીલ્લાના શહેરી વિસ્તારોમાં રાત્રી કર્ફયુ લાગુ કરી દેવામાં આવેલ છે અને આ વિસ્તારોમાં થઈ રહેલા મેળા અને પ્રદર્શનોને તેમના બોરીયા - બિસ્તરા સમેટી બંધ કરી દેવાનો આદેશ અપાયો છે : તંત્ર વાહકોએ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાના શરૂ કરી દીધા છે : જમ્મુ જીલ્લામાં ૨ અને સીટીમાં ૩ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે.

(11:42 am IST)