Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

અમુક રાજ્યોમાં માત્ર ૨ દિવસનો જ જથ્થો

દેશમાં બચ્યો છે માત્ર ૫.૫ દિવસનો જ રસીનો સ્ટોકઃ આ સ્થિતીમાં કઇ રીતે જીતાશે કોવિડ સામેનો જંગ

નવી દિલ્હી,તા. ૯:  દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાથે જ દેશમાં વેકિસનેશનની પ્રક્રિયા પર પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં જે સ્પીડથી વેકિસનેશન થઈ રહ્યું છે તે અનુસાર માત્ર ૫.૫ દિવસ ચાલે તેટલી વેકિસન બચી છે. વધુ એક અઠવાડિયાના સપ્લાય માટે વેકિસન પાઈપલાઈનમાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીએ તો આ આંકડો ચિંતાજનક છે.

આંધ્રપ્રદેશ અને બિહારની વાત કરી કરીએ તો અહીં વેકસીનનો સ્ટોક બે દિવસ ચાલે તેટલો પણ નથી. ઓરિસ્સા જેવા રાજયો પાસે પણ ૪ દિવસનો સ્ટોક છે. સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત આ ડેટાનું વિશ્લેષણ ગઇ કાલે બપોરે ૧૨.૩૦ સુધી પ્રત્યેક રાજયમાં મોકલવામાં આવેલા ટોટલ ડોઝ, અગાઉ ઉપયોગમાં લેવામાં આવેલા ડોઝ, જે ડોઝ પાઈપલાઈનમાં છે અને એક એપ્રિલથી પ્રત્યેક રાજયમાં દરરોજ કરવામાં આવેલા સરેરાશ વેકસીનેશન પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, પહેલી એપ્રિલથી ૪૫ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમર ધરાવતા તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.

જો આખા દેશની વાત કરીએ તો એપ્રિલમાં દરરોજ વેકિસનેશનનો દર લગભગ ૩.૬ મિલિયન ડોઝ છે. કોઈ પણ રીતે વેકસીનનો ૧૯.૬ મિલિયન ટોટલ સ્ટોક આગામી ૫.૫ દિવસ સુધી જ ચાલી શકશે. આ સિવાય વેકિસનના જે ૨૪.૫ મિલિયન ડોઝ પાઈપલાઈનમાં છે, તે આગામી એક અઠવાડિયા માટે પૂરતા છે, પરંતુ જો રસીકરણની પ્રક્રિયાની ઝડપ એક પગલું પણ આગળ વધારવામાં આવશે તો વર્તમાન અને આવનારો સ્ટોક બન્ને પૂરા થઈ જશે.

આંધ્રપ્રદેશ પાસે વેકસીનના માત્ર ૧.૪ લાખ ડોઝ છે જે એક દિવસથી થોડા વધારે ચાલશે, અહીં એક એપ્રિલથી દરરોજ ૧.૧ લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. રાજય માટે જે ૧૪.૬ લાખ ડોઝ પાઈપલાઈનમાં છે તે કેટલા જલ્દી પહોંચે તેના પર નિર્ભર કરે છે. બિહારની પણ લગભગ આ જ પરિસ્થિતિ છે. અહીં દરરોજ લગભગ ૧.૭ લોકોને રસી આપવામાં આવી રહી છે, જયારે હવે માત્ર ૨.૬ લાખ ડોઝ બાકી રહ્યા છે.

ગત સપ્તાહમાં મહારાષ્ટ્રમાં સૌથી ઝડપી રસીકરણની પ્રક્રિયા થઈ હતી. અહીં દરરોજ ૩.૯ લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. આ સ્થિતિમાં રાજય પાસે માત્ર૧૫ લાખ ડોઝ સ્ટોકમાં છે, જે ૪ દિવસ માટે પણ પૂરતા નથી. ઉત્ત્।રપ્રદેશ, ઉત્ત્।રાખંડ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાં પણ ચાર દિવસ સુધી ચાલે તેટલો સ્ટોક છે.

આ માહિતી પરથી જાણવા મળે છે અમુક રાજય વેકસીનની તંગીનો સામનો કરી રહ્યા છે. આ વિશ્લેષણ પાછલા અઠવાડિયે થયેલા સરેરાશ રસીકકરણ પણ આધારિત છે. જે રાજયોમાં કોરોના ઝડપથી વકરી રહ્યો છે તે વેકસીનેશનની ઝડપ પણ વધારવાનો પ્રયાસ કરતા હશે. આવી પરિસ્થિતિમાં રસીના ડોઝની અછત ચિંતાજનક છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં ૨ એપ્રિલના રોજ વેકસીનના ૫.૧ લાખ ડોઝ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, અને જો આ ઝડપથી રસીકરણની પ્રક્રિયા ચાલશે તો ત્યાં હવે ત્રણ દિવસથી પણ ઓછો સ્ટોક છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનને અત્યાર સુધી સૌથી વધારે ડોઝ મળ્યા છે.

(10:14 am IST)