Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ફરી એક વાર ડાઉન થયાં ફેસબુક - વ્હોટસએપ અને ઇન્સ્ટાગ્રામઃ ભારતીય યુઝર્સ થયાં પરેશાન

જો કે, પાછળથી આ એપ્લિકેશનો પર આ સમસ્યાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી

નવી દિલ્હી, તા.૯: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ વપરાતા પ્લેટફોર્મ ફરી એકવાર ડાઉન થતાં યુઝર્સને દ્યણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ડાઉન થયા પછી, આ એપ્લિકેશન પર ન તો મેસેજ મોકલી શકાતા હતા, ન તો મેસેજ મળી રહ્યા હતાં. મીડિયા રિપોર્ટ અનુસાર આ સમસ્યા ભારત સહિત દ્યણા દેશોમાં જોવા મળી હતી. જો કે, પાછળથી આ એપ્લિકેશનો પર આ સમસ્યાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

જયારે આ ત્રણ એપ્લિકેશનો ડાઉન થઈ, ત્યારે ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે, તેમની સામે કંઈક આવુ લખેલુ આવી રહ્યુ હતું જેમાં …’Can’t access your Facebook feed today? Instagram photos won’t reload? Whatsapp messages not going through? તો વળી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી વખતે, યુઝર્સને એક મેસેજ જતો કે, “We’re sorry, but something went wrong. Please try again, આમ આ રીતે યુઝર્સ થોડા સમય માટે મુશ્કેલીમાં મુકાયા હતા. આ સમસ્યાનું નિરાકરણ આવ્યા પછી યુઝર્સે આ કંપનીઓ થોડી વાર ટ્રોલ કરવાનું પણ શરૂ કર્યુ હતું. લોકો આ પ્લેટફોર્મના મીમ્સ બનાવીને મજાક પણ ઉડાવતા હતાં.

આ પહેલા પણ ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ દુનિયાભરમાં ૪૨ મિનિટ સુધી ડાઉન હતા. યુઝર્સ આ એપ્લિકેશનોનો ઉપયોગ કરવામાં અસમર્થ હતા. ૨૦ માર્ચ, ભારતના સમય અનુસાર, આ સમસ્યા લગભગ ૧૧.૦૫ મિનિટની શરૂ થઈ અને લગભગ ૧૧:૪૭ વાગ્યા સુધી આ રીતે ચાલુ રહી. જો કે, બાદમાં વોટ્સએપે મોડી રાત્રે આ સેવા શરૂ કરી હતી અને તેના વિશે યુઝર્સને માહિતી પણ આપી હતી.

(10:08 am IST)