Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સેમ્પલની સીટી વેલ્યુ ૩૫ની બરાબર કે તેનાથી ઓછી હશે તો રીપોર્ટ સંક્રમિત ગણાશે

આઈસીએમઆર દ્વારા આરટી-પીસીઆર તપાસના માપદંડ બદલાયા : જે સેમ્પલની સીટી વેલ્યુ ૩૫થી વધુ હશે તેને કોરોના નેગેટીવ ગણવામાં આવશે

નવી દિલ્હી, તા. ૯ :. કોરોના વાયરસની બેકાબુ રફતાર વચ્ચે આઈસીએમઆરએ કોરોનાની આરટી-પીસીઆરની તપાસના માપદંડ બદલી નાખ્યા છે. આઈસીએમઆરના વડા ડો. બલરામ ભાર્ગવે જણાવ્યુ છે કે વૈશ્વિકસ્તર પર કોવિડ-૧૯ રીપોર્ટ પોઝીટીવ-નેગેટીવ સાયકલ થ્રેસહોલ્ડ (સીટી વેલ્યુ)ના આધાર પર હોય છે. તપાસ કીટ બનાવતી કંપનીઓના આધાર પર આ માપદંડ ૩૫થી ૪૦ હતુ જેને બદલવામાં આવ્યુ છે.

આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારને લઈને જાણીતા ડોકટરો કહે છે કે કોરોના સેમ્પલની આરટી-પીસીઆર તપાસ કરતી વખતે પેરાબોલીક ગ્રાફ બને છે જેનાથી સેમ્પલમાં વાયરસ લોડની વેલ્યુ ખબર પડે છે.

નવા નિયમો અનુસાર જો સીટી વેલ્યુ ૩૫થી બરાબર છે કે તેનાથી ઓછી હોય તો એ સેમ્પલને સંક્રમિત ગણવામાં આવે છે. જે સેમ્પલની સીટી વેલ્યુ ૩૫થી વધુ હશે તેને કોરોના નેગેટીવ માનવામાં આવશે.

નવા નિયમો અનુસાર જો સીટી વેલ્યુ ૩૫ની બરાબર કે તેનાથી ઓછી હોય તો તે સેમ્પલને સંક્રમિત ગણવામાં આવશે. જે સેમ્પલની સીટી વેલ્યુ ૩૫થી વધુ હશે તેને કોરોના નેગેટીવ માનવામાં આવશે. સંસ્થાએ સ્પષ્ટ કર્યુ છે કે પહેલા સીટી વેલ્યુ ૨૪ હતી જેને કારણે તેનાથી વધુ વેલ્યુવાળા સંક્રમિતો છૂટી જતા હતા અને તેનાથી સંક્રમણ વધુ ફેલાતુ હતુ.

નિષ્ણાંતોનું માનવુ છે કે તપાસના માપદંડ બદલાય ગયા છે તેનાથી સુપર સ્પ્રેડરની સરળતાથી ઓળખ થઈ શકશે. તપાસમાં વાયરસ લોડનું માપદંડ વધુ હોવાથી હવે એવા લોકોને પણ સંક્રમિત મનાશે જેઓ પહેલા પકડમાં આવતા નહોતા. સંભવ છે કે આ ફેરફારથી આવતા સમયમાં દર્દીઓની સંખ્યામા વધારો થશે અને સમય રહેતા આ દર્દીઓની ઓળખ થવાથી કોરોનાની ચેઈન તૂટશે.

નવા આદેશ અનુસાર જે સેમ્પલની સીટી વેલ્યુ ખરાબ સિગ્મોડીયલ કર્વની સાથે ૩૫ની બરાબર કે ઓછી હશે તો તેની ફરીથી તપાસ થશે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે સેમ્પલ તપાસ દરમિયાન કર્વ જેટલી જલદી બને છે તે સેમ્પલમાં એટલો જ વધુ વાયરસ લોડ હોય છે તેવા દર્દીઓને સુપર સ્પ્રેડર પણ માની શકાય છે.

(10:04 am IST)