Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

આવતીકાલ 9 એપ્રિલથી દિલ્હી હાઇકોર્ટ સહીત તમામ ડીસ્ટ્રીકટ કોર્ટમાં વર્ચ્યુઅલ હિઅરીંગ : 23 એપ્રિલ સુધી અમલ ચાલુ રહેશે : દિલ્હીમાં વધી રહેલા કોવિદ -19 કેસને ધ્યાને લઇ નિર્ણય લેવાયો

ન્યુદિલ્હી : દિલ્હી એનસીઆરમાં વધી રહેલા કોવિદ -19 કેસને ધ્યાને લઇ આવતીકાલ 9 એપ્રિલથી દિલ્હી હાઇકોર્ટ સહીત તમામ ડીસ્ટ્રીકટ કોર્ટમાં વર્ચ્યુઅલ હિઅરીંગ હાથ ધરાશે.જેનો અમલ 23 એપ્રિલ સુધી ચાલુ રહેશે.જે રજિસ્ટ્રાર જનરલ દ્વારા દિલ્હી કોર્ટે આદેશ જાહેર કર્યો છે.

8 એપ્રિલના આદેશમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે સંયુક્ત રજિસ્ટ્રારની તમામ અદાલતો પણ 9 એપ્રિલથી વર્ચુઅલ મોડ દ્વારા કાર્ય કરશે.તેથી પાર્ટી કે તેમના વકીલોની ફિઝિકલ ગેરહાજરી અંગે કોઈ પ્રકારનો વાંધો લેવામાં નહીં આવે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)
  • આવું આપણા દેશમાં પણ થવું જોઈએ કે નહીં?? : નોર્વે દેશના ના વડાપ્રધાન એર્ના સોલબર્ગને કોવિડ19 પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા અને જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો access_time 6:06 pm IST

  • કોરોના સંબંધિત પગલાઓ લેવાની તમામ સત્તા રાજય સરકારોને આપવામાં આવી છે : અમિતભાઈ : ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોન સહિતના શું પગલાઓ લેવા તેની સંપૂર્ણ છૂટ રાજય સરકારોને આપવામાં આવી છે : ફેબ્રુઆરીના અંતથી આ છૂટ આપવામાં આવી છે, જે હેઠળ હવે રાજયોએ નક્કી કરવાનું છે કે તેમના રાજયમાં કન્ટેનમેન્ટ ઝોન કે લોકડાઉન સહિતના કેવા પગલા લેવા? access_time 3:56 pm IST

  • પાવાગઢ મંદિર બંધ રહેશે : પંચમહાલ જીલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતેનું મહાકાળી મંદિર ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રાળુઓ માટે બંધ રહેર્શે access_time 3:56 pm IST