Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મુકેશ અંબાણીના ઘર એન્‍ટીલીયા પાસે સ્‍કોર્પિયો ગાડીમાં વિસ્‍ફોટ રાખવાના ષડયંત્રમાં મનસુખ હિરેન પણ સામેલ હોવાનો રાષ્‍ટ્રીય તપાસ એજન્‍સીનો દાવો

નવી દિલ્હી: 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા પાસે સ્કૉર્પિયો ગાડીમાં વિસ્ફોટક રાખવાના ષડયંત્રમાં મનસુખ હિરેન પણ સામેલ હતો. આ દાવો રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કર્યો છે.

NIA અનુસાર, મહારાષ્ટ્ર પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વઝે સાથે ઠાણેના અને ઓટો પાર્ટ ડીલર મનસુખ હિરેન પણ મુકેશ અંબાણીના ઘર પાસે કારમાં વિસ્ફોટક રાખવા મામલે ષડયંત્રકાર છે. જોકે, 5 માર્ચે નદીમાંથી મનસુખ હિરેનની તપાસ પોલીસને મળી હતી.

બુધવારે વિશેષ કોર્ટ સામે વઝએની અટકાયત વધારવાની માંગ કરતા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યુ, “મનસુખ હિરેન પણ ષડયંત્રકાર હતો જે એક ગાડીમાં વિસ્ફોટક પદાર્થ જિલેટિન રાખવામાં સામેલ હતો, તેને ખતમ કરી દેવામાં આવ્યો છે.

NIAએ ગત સુનાવણી દરમિયાન દાવો કર્યો હતો કે તે હિરેનની હત્યા પાછળના કારણને શોધવાની નજીક છે. જોકે, એજન્સીએ બુધવારે તેનો ઉલ્લેખ કર્યો નહતો પરંતુ દાવો કર્યો છે કે આ મેસેજ છે કે વઝેએ હિરેનને મારવાની યોજના માટે જરૂરી નાણાકીય મદદ કરી હતી.

વઝે સિવાય, NIAએ સસ્પેન્ડેડ પોલીસ કર્મી વિનાયક શિંદે અને કથિત સટ્ટાખોર નરેશ ગૌડને પણ આરોપી બનાવ્યા છે. એનઆઇએએ દાવો કર્યો કે તેમણે વઝેને સિમકાર્ડ આપ્યા હતા. શિંદે અને વઝે પર એવો પણ આરોપ છે કે હિરેનની હત્યાની યોજના સાથે જોડાયેલી બેઠકમાં સામેલ હતા.

NIAએ વઝે અને હિરેન વચ્ચે થયેલી મુલાકાતના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે. એનઆઇએએ જણાવ્યુ કે તેમણે એવા પુરાવા મળ્યા છે, જેનાથી સાબિત થાય છે કે હિરેન અને વઝ 17 ફેબ્રુઆરીએ મળ્યા હતા. હિરેને વઝેને ગાડીની ચાવી આપી હતી, આ તે ગાડી હતી, જેને લઇને હિરેને દાવો કર્યો હતો કે તેની ગાડી ચોરી થઇ ગઇ છે.

એનઆઇએએ એવો પણ દાવો કર્યો છે કે સાક્ષીઓએ કહ્યુ કે વઝે હિરેનને વિસ્ફોટક રાખવાની વાતને કબુલ કરવા માટે કહી રહ્યો હતો, જેનો હિરેને ઇનકાર કરી દીધો હતો. સુનાવણી બાદ વિશેષ ન્યાયાધીશે 9 એપ્રિલ સુધી વઝેને કસ્ટડીમાં મોકલી દીધો હતો.

(12:00 am IST)