Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

પાકિસ્તાનમાં ચીનની તુલનામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસઃ ચીની વિશેષજ્ઞ

પાકિસ્તાનની યાત્રા પર આવેલા ચીનના સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે પાકિસ્તાનમાં ચીનનાં મુકાબલામાં કોરોના વાયરસ ખૂબજ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જિયો ઉર્દૂની રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી.

પાકિસ્તાનની યાત્રા પર ચીનના સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ટીમનું નેતૃત્વ ડોકટર મામન ધોઇ કરી રહ્યા છે. ટીમએ પંજાબ અને સિંધની સરકારો અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે મીટીંગ કરી કોરોના વાયરસથી નિપટવાના સૂઝાવ આપ્યા. પાકિસ્તાનમાં ઇરાનથી આવેલા શ્રધ્ધાળુઓમાંથી પ૦ ટકા વાયરસ મળ્યો. ૧પ ટકા ધાર્મિક આયોજનમાંથી મળ્યો. બચાવ માટે માશ્ક પહેવો જરૂરી છે, એમણે કોરોના ટેસ્ટીંગ વધારવા કહ્યું.

(12:05 am IST)