Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગુજરાતી અમેરિકન ડો.મુકુંદ ચાંદ્રાને કોરોના પોઝિટિવ : પ્લાઝમા ડોનર મળતાં સારવાર શરૂ

ઓહિયો : ગુજરાતી અમેરિકન કાર્ડીઓલોજીસ્ટ ડોક્ટર મુકુંદ ચાંદ્રાનો  કોરોના પોઝિટિવ આવતા તેઓના સ્નેહીજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.6 એપ્રિલના રોજ તેમના માટે પ્લાઝમા ડોનરની જરૂર હોવાનું ફેસબુક માધ્યમ દ્વારા જણાવાયું હતું.જેને 8 એપ્રિલના રોજ યોગ્ય પ્રતિસાદ મળી ગયો છે.પરિણામે તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી દેવાઈ છે.
ડો.ચાંદ્રા મિયામી વેલી હોસ્પિટલમાં કાર્ડિયાક પ્રિવેન્ટિવ કેર વિભાગમાં મેડિકલ ડિરેક્ટર છે.તેમણે  ગુજરાતની એમ.એસ.યુનિવર્સટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ વધુ અભ્યાસ માટે  તેઓ અમેરિકા ગયા હતા. 

(8:02 pm IST)