Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોનાથી વિશ્વના વેપારમાં ૩૨ ટકા સુધીનો ઘટાડો થશે

૨૦૦૮-૦૯ કરતા પણ અનેકગણી મોટી મંદી : ૨૦૨૧માં વિશ્વના વેપારમાં રિકવરી માત્ર ૨૪ ટકા જ રહેશે : તમામ સેક્ટરો પર કોરોનાની મોટી માર પડી છે

નવી દિલ્હી, તા. : કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયા ગંભીર મંદીના સકંજામાં આવી શકે છે. વિશ્વ વેપાર સંગઠનના પ્રમુખ રોબર્ટો એજેવેદોએ આજે કહ્યું હતું કે, આજે દુનિયા જે વાયરસનો સામનો કરી રહી છે તેના કારણે દુનિયાના વેપારને એક તૃતિયાંશ સુધી ઘટાડી દેશે. ડબલ્યુટીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ૨૦૦૮-૦૯માં જે પ્રકારે મંદી થઇ હતી તેના કરતા પણ મોટી મંદી રહી શકે છે. આજે દુનિયા જે વાયરસનો સામનો કરી રહી છે તે વૈશ્વિક વેપારને ગંભીર મંદીના સકંજામાં લઇ જશે. વર્લ્ડ ટ્રેડમાં આશરે ૧૩થી ૩૨ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. ૨૦૨૧માં પણ રિકવરી ખુબ ઓછી રહેશે. વિશ્વ વેપારમાં ૨૦૨૦માં ૧૩થી લઇને ૩૨ ટકા સુધીનો ઘટાડો આવશે. ડબલ્યુએચઓનું કહેવું છે કે, ૨૦૦૮-૦૯માં જે પ્રકારે મંદી હતી તેના કરતા અનેકગણી મોટી મંદી રહી શકે છે. એજેવેદોએ કહ્યું છે કે, જિનેવામાં બાબત કહી રહ્યા છે.

         અમારુ લક્ષ્ય સતત આર્થિક વૃદ્ધિ માટેના ઉપાય માટે રહેવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું છે કે, સ્થિતિમાં ફેરફાર કરવા માટે કેટલાક પાસા જરૂરી બની ગયા છે. વિશ્વ વેપારમાં એક તૃતિયાંશ સુધીનો ઘટાડો થશે. કોરોના વાયરસના લીધે સામાન્ય આર્થિક ગતિવિધિ અને જીવન ધોરણો સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે. ૨૦૨૧માં વિશ્વ વેપારમાં ૨૦થી ૨૪ ટકા રિબાઉન્ડની આશા છે. કોરોના વાયરસની કેટલા સમય સુધી રહે છે તે બાબત ઉપર આધારિત છે. જો કે, રિકવરીને લઇને જે અંદાજ છે તે અનિશ્ચિત છે. ડબલ્યુટીઓના પ્રમુખે કહ્યું છે કે, સંકટમાંથી બહાર નિકળવા માટે સ્થિતિમાં કોઇ એક દેશના સારા પગલાથી કામ ચાલશે નહીં. દરેક ક્ષેત્રમાં વેપારમાં ઘટાડો બે આંકડામાં રહેશે.

        ખાસ કરીને ઉત્તર અમેરિકા અને એશિયા સૌથી વધારે પ્રભાવિત થશે. દેશોના નિકાસને મોટો ફટકો પડશે. આશરે તમામ સેક્ટરો ઉપર કોરોનાની અસર જોવા મળશે પરંતુ સૌથી માઠી અસર ઇલેક્ટ્રોનિક અને ઓટોમોટિવ પ્રોડક્ટ પર થશે. આના વેપારમાં ઝડપથી ઘટાડો થશે. સર્વિસ ટ્રેડ ઉપર પણ માઠી અસર થનાર છે. સર્વિસ ટ્રેડની સાથે સાથે ટ્રાન્સપોર્ટ અને પ્રવાસને પણ માઠી અસર થશે. કોરોનાના લીધે વિશ્વના દેશો પ્રભાવિત થયેલા છે. હાલમાં ૨૦૯ દેશો કોરોનાની જાળમાં ફસાઈ ચુક્યા છે. મોતનો આંકડો ૮૦૦૦૦થી ઉપર પહોંચી ચુક્યો છે.

વિશ્વ વેપારને ફટકો.....

*          કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયા ગંભીર મંદીના સકંજામાં આવે તેવા સંકેત

*          ગંભીર મંદી ૨૦૦૮-૦૯ કરતા પણ અનેકગણી મોટી રહેશે

*          વિશ્વ વેપાર સંગઠન દ્વારા કબૂલાત કરવામાં આવી

*          કોરોનાના લીધે ઉભી થનાર મંદીથી વિશ્વ વેપારમાં ૨૦૨૦માં ૩૨ ટકા સુધીનો ઘટાડો થશે

*          ૨૦૨૧માં પણ રિકવરી ખુબ મર્યાદિત રહેશે

*          વૈશ્વિક વેપારમાં ઘટાડો એક તૃતિયાંશ સુધી ઘટશે

*          કોરોનાના લીધે સામાન્ય આર્થિક ગતિવિધિ અને જીવન સંપૂર્ણપણે ઠપ છે

*          ૨૦૨૧માં વિશ્વ વેપારમાં રિબાઉન્ડનો આંકડો ૨૪ ટકા સુધી રહી શકે છે

*          દરેક ક્ષેત્રમાં વેપારમાં ઘટાડો થશે

*          ઉત્તર અમેરિકા અને એશિયાના દેશો સૌથી વધારે અસરગ્રસ્ત થવાના સાફ સંકેત

*          આશરે તમામ સેક્ટરો પર કોરોનાની માર પડશે

(7:52 pm IST)