Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

વિવાદાસ્પદ કનિકા કપૂરની પુછપરછ કરવા માટે તૈયારી

પોલીસ દ્વારા પ્રશ્નોની યાદી તૈયાર કરાઈ : સેલ્ફ ક્વોરનટાઈન અવધિ પૂર્ણ થયા બાદ કઠોર પૂછપરછ

લખનૌ, તા. : કોરોના વાયરસને હરાવીને ઘરે પરત ફરેલી બોલીવુડ ગાયિકા કનિકા કપૂરની મુશ્કેલીઓ હાલમાં ઓછી થાય તેવા સંકેત મળી રહ્યા નથી. એસજીપીજીઆઈમાંથી રજા મળી ગયા બાદ તે હાલમાં ૧૪ દિવસના સેલ્ફ ક્વોરનટાઈનમાં લખનૌમાં પોતાના એક સંબંધીના ત્યાં રોકાયેલી છે. બીજી બાજુ લખનૌ પોલીસ સેલ્ફ ક્વોરનટાઈનનો ગાળો પૂર્ણ થઇ ગયા બાદ તેની પુછપરછ કરવાની તૈયારી કરી રહી છે. કનિકા કપૂરે કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયા બાદ પણ શહેરમાં જુદા જુદા સામાજિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી ચુકી છે. ૨૦મી માર્ચના દિવસે લાપરવાહી દર્શાવવાના આરોપમાં સરોજનીનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ૧૮૮, ૨૬૯ અને ૨૭૦ની કલમ હેઠળ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

         આ એફઆઈઆર લખનૌના મુખ્ય તબીબી અધિકારી નરેન્દ્રકુમાર અગ્રવાલ તરફથી દાખલ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, પોલીસે પ્રશ્નોની યાદી તૈયાર કરી લીધી છે. યાદીની જરૂર વખતે પડશે જ્યારે ગાયિકાને પ્રશ્નો કરવામાં આવશે. ૨૦મી એપ્રિલ બાદ તેની પુછપરછ કરવામાં આવશે. તે ગાળા દરમિયાન તેની સેલ્ફ ક્વોરનટાઈનની અવધિ પૂર્ણ થશે. પ્રશ્નો નવમી માર્ચના દિવસે તેની વાપસી સાથે સંબંધિત રહેશે. મુંબઈ વિમાની મથકે તેની સ્ક્રિનિંગ થઇ હતી કે કેમ તેને લઇને પણ પ્રશ્ન થશે. કોરોના વાયરસ અંગે તેની પાસે માહિતી હતી કે કેમ તેવા પ્રશ્નો પણ કરવામાં આવશે. તેના તરફથી સાવચેતી રખાઈ હતી કે કેમ તેવો પ્રશ્ન પણ કરાશે. તાવની અસર હોવા છતાં તે પાર્ટીમાં કેમ ગઇ હતી તે બોલીવુડની પ્રથમ સેલિબ્રિટી છે જેને કોરોના વાયરસની અસર થઇ હતી. ૧૦મી માર્ચના દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટથી લંડનથી મુંબઈ પહોંચી હતી.

(7:51 pm IST)