Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ભારતનુ સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર 'કોરોના' ના કારણે બન્યુ કબ્રસ્તાનઃ પ દિવસમા ૧ર૭ મૃતદેહો દફનાવાયા

નવી દિલ્હી : કોરોનાના કેરથી આખી દુનિયા હેરાન પરેશાન છે. ભારતમાં પણ હાહાકાર મચ્યો છે. આ બાજુ મધ્ય પ્રદેશનું ઇન્દોર શહેર તો કબ્રસ્તાન બની રહ્યું છે. કબ્રસ્તાન કહેવાનું તાત્પર્ય અહીંના ૪ કબ્રસ્તાન સંલગ્ન છે. જેની પાછળ અસલિયત શું છે તે હજુ સુધી કોઇ જાણી શકયું નથી.

મધ્ય પ્રદેશનું ઇન્દોર શહેર ભારતના સૌથી કિલન શહેરની સૂચિમાં પહેલા નંબરે આવે છે. પરંતુ અચાનક આ શહેરમાં લાશોની સંખ્યામાં ઘણો વધારો થઇ રહ્યો છે. શું અહીંના ચાર કબ્રસ્તાનોનું તેની સાથે કોઇ કનેકશન છે ?

હકિકતમાં ઇન્દોરના ચાર કબ્રસ્તાનમાં ૧ થી પ તારીખની વચ્ચે ૧ર૭ લાશોને દફનાવવામાં આવી હતી. અને ૭ માં દિવસે તો આ આંકડો ૧૪પ પર પહોંચી ગયો. અને ૭ માં દિવસે તો આ આંકડો ૧૪પ પર પહોંચી ગયો. એટલું જ નહીં આઠમા દિવસે તો આ આંકડો ૧૬૩ પર પહોંચ્યો. સમસ્યા કબ્રસ્તાનમાં દફનાવવાથી નથી. મુખ્ય વાત એ છે કે જયારે કોઇ પણ વ્યકિત કબ્રસ્તાનના આંકડાઓ પર નજર ફેરવે તો ખરેખર તેના મનમાં અનેક સવાલો ઉભા થાય.

મળતી માહિતી મુજબ સમગ્ર માર્ચ મહિનામાં આ ચારેય કબ્રસ્તાનમાં બધુ મળીને કુલ ૧૩૦ લાશ દફન કરાઇ હતી. પરંતુ એપ્રિલ માસના પહેલા જ અઠવાડીયામાં આ લાશોની સંખ્યા મહિનાની સંખ્યાને પાર કરી ગઇ એટલે કે એક મહિનામાં જેટલી લાશો લગભગ દફન કરાયા હોય છે તેટલી સંખ્યા એક જ અઠવાડીયામાં પહોંચી ગઇ.

જાણકારી તો એ પણ સામે આવી રહી છે કે એક જ દિવસમાં ૧૮ જનાજા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં ફકત તે જ ચાર કબ્રસ્તાનમાં જનાજા પહોંચવાનો સીલસીલો ચાલુ છે જે ખાસ કવોરન્ટાઇ એરીયા માટે જ છે.

અત્રે જણાવવાનું કે શહેરમાં આઝાદનગર, ટાટાપટ્ટી બાખલ-સિલાવટપુરા, રાનીપુર-દૌલતગંજ - હાથીપાલા, ખજરાના, ચંદનગર, અને બોમ્બે  બજાર વિસ્તારોમાં કોરોનાના સંક્રમણના સૌથી વધુ કેસો છે.

(5:46 pm IST)