Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અમેરિકાના શિકાગોમાં એક વ્યકિત અજાણતા જ કોરોના બિમારીનો વાહક બની ગયો

ન્યુયોર્કઃ ફેબ્રુઆરીના અંતમાં જ્યારે અમેરિકાએ વિચાર્યું કે તેણે પોતાની સરહદો સંપૂર્ણ રીતે સીલ કરી નાખી છે. અને કોરોના વાયરસ તેનું કઇ જ બગાડી શકે તેમ નથી. બરાબર તે વખતે જ અમેરિકાના કોઇ ખૂણે એક એવી ઘટના ઘટી કે સુપરપાવરની તમામ તૈયારીઓને ધૂળ ચટાડવા માટે પૂરતી હતી. વાત જાણે એમ છે કે શિકાગોમાં રહેતો એક વ્યકિત તેના એક કૌટુંબિક મિત્રના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો ૩ દિવસ બાદ તેના ઘરમાંં બર્થડે પાર્ટી હતી. અને ત્યારબાદ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ બુધવારે કહ્યું કે આ વ્યકિત અજાણતા જ આ બીમારીનો વાહક બની ગયો. હકીકતમાંં આ એ જ વ્યકિત હતો જેને ખબર જ નહતી કે તે કોવિડ ૧૯ બીમારીથી પીડીત છે. તેણે એક એવી ચેન બનાવી જેનાથી ૧પ લોકોને તેનો ચેપ લાગ્યો અને જેમાંથી ૩ લોકોના તો મોત પણ થઇ ચૂકયા છે.

કોરોના સંક્રમણ ફેલાવવા છતાં શિકાગોમાં ર૧ માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરાઇ નહતી. જયારે દુનિયાના મોટાભાગના દેશો તો આમ કરી ચુકયા હતાં. ઝડપથી ફેલાઇ રહેલા ચેપની આ ઘટના પર સીડીસીએ કહ્યું કે આ મામલો એક ઉદાહરણ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગઅને લોકડાઉનનું પાલન કરવું કેટલું જરૂછે.

કહેવાય છે કે તે વ્યકિત (ઇન્ડેકસ દર્દી)એ અંતિમ સંસ્કારમાં સામેલ થયાના એક રાત પહેલા પરિવારના બે સભ્યો સાથે એક જ પ્લોટમાં ભોજન કર્યુ હતું ર થી ૬ દિવસની અંદર જ ૩ લોકોમાં કોવિડ-૧૯ ના લક્ષણો જોવા મળ્યા જેમાંથી એક વ્યકિતને તો હોસ્પીટલમાં દાખલ કરવો પડયો હતો અને લગભગ એક મહિના બાદ તેનું મોત થઇ ગયું. જયારે બાકીના ર વ્યકિત સારવાર બાદ સાજા થઇ ગયા.

જે દર્દીનું મોત થયું તેની આઇસીયુમાં સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારનો એક અન્ય સભ્ય તેમને મળવા માટે આવતો હતો જે અંતિમ સંસ્કાર સમયે ઇન્ડેકસ દર્દીના સંપર્કમાં હતો. આ વ્યકિતએ સુરક્ષાત્મક ગિયર પહેયા ન હતા. તે પણ કોરોનાની ચપેટમાં આવી ગયો જો કે સારવાર બાદ ઠીક થઇ ગયો.

(5:45 pm IST)