Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઉત્તરપ્રદેશના અમુક વિસ્તારોમાં ગૌ-શાળામાં પશુઓ મૃત્યુ પામી રહયા છે

ઘાસ-પાણીનો અભાવ અને તડકાથી બચવાની વ્યવસ્થા ન હોવાથી

ચિત્રકુટઃ લોકડાઉન દરમિયાન માણસ તો પોતાની જરૂરીયાત પૂર્ણ કરે છે ત્યારે ગૌશાળામાં પશુઓ માટે સંકટ ઉભુ થયું છે. યુપીના કેટલાય જીલ્લાઓમાં તંત્રએ ગૌશાળામાં વ્યવસ્થાના નિર્દેશ આપ્યા છે પણ ગામે-ગામની ગૌશાળાઓમાં સ્થિતિ બગડી રહી છે. તેમની ભુખ-તરસ મિટાવવી પડકાર બની રહી છે.

ચિત્રકુટમાં સંચાલીત ૩૦૧ ગૌશાળાઓમાં હાલના સમયે ૨૮ હજારથી વધુ પશુઓને રખાયા છે. તંત્રની લોકડાઉનની જવાબદારી વચ્ચે તેઓ ગૌશાળા માટે વ્યવસ્થા કરે છે. મુખ્ય વેટરનરી અધિકારી ડો. યાદવના જણાવ્યા મુજબ ૧૦ પશુ ડોકટર અને ૬ પશુધન પ્રસાર અધિકારી છે. તેઓ વ્યવસ્થાનું દરરોજ નિરિક્ષણ કરી રીપોર્ટ મોકલે છે. ગૌશાળા પાસે ઘાસ-ભૂસાનો જથ્થો છે. ચારો-ભૂસુ પહોંચાડવા ૮ ટ્રેકટરના પાસ અપાયા છે. ગૌશાળામાં રાહત ચુકવણી પણ કરવામાં આવી રહી છેે.

જયારે હમીરપુરમાં મોહાદા વિકાસખંડના કરહીયા ગૌશાળાના ૩૨૨ ગૌવંશની સંખ્યા ઘટી છે ત્યાં પશુઓના ઘાસ-ચારા, પાણી અને તડકાથી મોત થયાનું ઉરદના ગ્રામ પંચાયતમાં પણ તેવી જ સ્થિતિ છે.

(4:14 pm IST)