Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

HDFC Bankના ગ્રાહકો માટે ખુશખબર! લોન સસ્તી થઈ, શરૂ કરી ખાસ સેવા

લોકડાઉનની વચ્ચે HDFC Bankએ શરૂ કરી મોબાઇલ ATMની સર્વિસ, ઘર આંગણે રોકડ ઉપાડી શકશો

નવી દિલ્હી, તા.૯: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  બાદ હવે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી એ લોન પર વ્યાજ ૦.૨૦ ટકા ઘટાડો દીધું છે. લોન પર થતો ખર્ચ ઘટવાની સાથે જ બેંકે વ્યાજ દર ઘટાડી દીધા છે. તેની સાથે જ હવે રોકડ માટે આપને એટીએમ મશીન સુધી જવાની જરૂર નથી. ઘર આંગણે જ તમને આ સુવિધા મળી જશે.

HDFC બેંકની વેબસાઇટ મુજબ, મંગળવારથી તમામ અવધિની લોન માટે MCLRની સમીક્ષા કરવામાં આવી છે. આ સંશોધન બાદ એક દિવસ માટે MCLR ૭.૬૦ ટકા જયારે એક વર્ષની લોન માટે ૭.૯૫ ટકા હશે. મોટાભાગની લોન એક વર્ષની MCLRના સંબદ્ઘ હોય છે. ત્રણ વર્ષની લોન પર MCLR ૮.૧૫ ટકા હશે. નવા દરો ૭ એપ્રિલથી પ્રભાવી થઈ ગયા છે.

HDFC બેંકે શરૂ કરી મોબાઇલ ATM સુવિધા

બીજી તરફ, હાલની સ્થિતિને જોતાં બેંકે એટીએમની સુવિધા આપના દ્યરની બહાર પણ રહેશે. HDFC Bankએ દેશભરમાં મોબાઇલ ATMની વ્યવસ્થા કરી છે. આ સુવિધાથી હવે ગ્રાહક પોતાના દરવાજે ઊભેલી ATM Van થીરોકડ ઉપાડી શકશો. આ ATMને કયાં ઊભી રાખવી તેના વિશેનો નિર્ણય સંબંધિત શહેરોની નગરપાલિકા કે મહાનગરપલિકા સાથે વાતચીત બાદ લેવાશે.બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, મોબાઇલ ATMને કોઈ ખાસ સ્થાને કોઈ નિયત અવધિ માટે ઊભી રાખવામાં આવશે. આ અવધિ દરમિયાન મોબાઇલ એટીએમ સવારે ૧૦ વાગ્યાથી લઈને સાંજે ૫ વાગ્યાની વચ્ચે ૩થી ૫ સ્થળે રહેશે.

(3:52 pm IST)