Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

તીવ્ર લેવાલીની વચ્ચે સેંસેક્સમાં ૧૨૬૬ પોઇન્ટનો મોટો સુધારો

નવા પેકેજને લઇ ઉત્સુકતા વચ્ચે જોરદાર લેવાલી જામી : સેંસેક્સ ૩૧૧૬૦ની સપાટીએ : એચડીએફસી, રિલાયન્સ, મારુતિ સહિતના શેરોમાં લેવાલી જામી : સેંસેક્સ અને નિફ્ટીમાં ૧૩ ટકાનો સાપ્તાહિક સુધારો

મુંબઈ, તા. : શેરબજારમાં આજે કોરોના વાયરસના વધતા જતાં કેસ વચ્ચે પણ જોરદાર ઉછાળો નોંધાયો હતો. કોરોના વાયરસ રોગચાળાને લઇને દહેશત અકબંધ છે ત્યારે એમ પણ માનવામાં આવે છે કે, સરકાર દ્વારા વધુ કેટલાક નવા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવનાર છે. કોરોના પણ ચરમસીમા પર છે તેવા અહેવાલ વચ્ચે શેરબજારમાં નવી આશા જાગી છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૨૬૬ પોઇન્ટ ઉછળીને અથવા તો .૨૩ ટકા સુધી સુધારો થઇને ૩૧૧૬૦ની સપાટીએ રહ્યો હતો. એચડીએફસી અને એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને મારુતિ જેવા ઇન્ડેક્સ હેવિવેઇટમાં જોરદાર લેવાલી જામી હતી જેના લીધે બીએસઈ સેંસેક્સ કારોબારના અંતે ૧૨૬૬ પોઇન્ટ ઉછળીને ૩૧૧૬૦ની સપાટીએ રહ્યો હતો.

         નિફ્ટીએ ફરી એકવાર ૯૦૦૦ની સપાટી હાંસલ કરી હતી. નિફ્ટી ૪૬૩ પોઇન્ટ ઉછળીને ૯૧૧૨ની સપાટીએ રહ્યો હતો તેમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ૧૩ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં .૬૩ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૩૭૪ રહી હતી જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૨૯૪ રહી હતી. સેક્ટરલ મોરચા પર તમામ ઇન્ડેક્સમાં લેવાલી જામી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૧૦. ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૫૫૬૯ પર પહોંચી હતી. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો સનફાર્માના શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. તેના શેરની કિંમતમાં વધારો થતાં તેની માર્કેટ મૂડી એક ટ્રિલિયનના આંકડા સુધી પહોંચી ગઈ હતી. કારોબારના અંતે શેરમાં ચાર ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૪૫૫.૨૦ રહી હતી. કોમોડિટીના મોરચા પર તેલ કિંમતોમાં વધારો થયો છે. વિશ્વના મોટા તેલ ઉત્પાદક દેશો પ્રોડક્શનમાં કાપ મુકવા સહમત થશે તેવી અપેક્ષા વધી ગઇ છે.

       કોરોના વાયરસના આતંકના કારણે વૈશ્વિક તેલ માંગ ઉલ્લેખનીયરીતે ઘટી ગઈ છે. વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ભારતીય માર્કેટમાંથી . લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ પાછી ખેંચી લીધી છે. કોરોના વાયરસ પેન્ડેમિકનો આતંક સમગ્ર વિશ્વમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે. તમામ દેશો કોરોના વાયરસને રોકવામાં લાગેલા છે પરંતુ કોઇ ઉપાય મળી રહ્યા નથી. ડિપોઝિટરી ડેટા દર્શાવે છે કે, એફપીઆઈએ માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાંથી ૬૧૯૭૩ કરોડ રૂપિયા અને બોન્ડ માર્કેટમાંથી ૫૬૨૧૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે નેટ નાણાં પરત ખેંચાયેલાનો આંકડો ૧૧૮૧૮૪ કરોડ સુધી પહોંચ્યો છે. એપ્રિલના છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં એફપીઆઇ દ્વારા સ્થાનિક માર્કેટમાંથી ૬૭૩૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.

સેંસેક્સમાં રેકોર્ડ ઉછાળા...

સપ્તાહમાં બીજી વખત ઉલ્લેખનીય રિકવરી

મુંબઈ, તા. : શેરબજારમાં આજે કોરોના વાયરસના વધતા જતાં કેસ વચ્ચે પણ જોરદાર ઉછાળો નોંધાયો હતો. કોરોના વાયરસ રોગચાળાને લઇને દહેશત અકબંધ છે ત્યારે એમ પણ માનવામાં આવે છે કે, સરકાર દ્વારા વધુ કેટલાક નવા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવનાર છે. કોરોના પણ ચરમસીમા પર છે તેવા અહેવાલ વચ્ચે શેરબજારમાં નવી આશા જાગી છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૨૬૬ પોઇન્ટ ઉછળીને અથવા તો .૨૩ ટકા સુધી સુધારો થઇને ૩૧૧૬૦ની સપાટીએ રહ્યો હતો. એચડીએફસી અને એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને મારુતિ જેવા ઇન્ડેક્સ હેવિવેઇટમાં જોરદાર લેવાલી જામી હતી

*          ૭મી એપ્રિલ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૨૪૭૬ પોઇન્ટનો ઉછાળો

*          ૨૦મી સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે સેંસેક્સમાં ૨૧૬૩ પોઇન્ટનો ઉછાળો

*          ૧૮મી મે ૨૦૦૯ના દિવસે સેંસેક્સમાં ૨૧૧૧ પોઇન્ટનો ઉછાળો

*          ૨૫મી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૮૬૨ પોઇન્ટનો ઉછાળો

*          ૨૦મી મે ૨૦૧૯ના દિવસે સેંસેક્સમાં ૧૪૨૨ પોઇન્ટનો મોટો ઉછાળો

*          ૨૬મી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૪૧૧ પોઇન્ટનો મોટો ઉછાળો

*          ૯મી એપ્રિલ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૨૬૬ પોઇન્ટનો મોટો ઉછાળો

*          ૩૧મી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૦૨૮ પોઇન્ટનો મોટો ઉછાળો

*          ચોથી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૯૧૭ પોઇન્ટનો ઉછાળો

*          પહેલી મે ૨૦૧૬ના દિવસે ૭૭૭ પોઇન્ટનો ઉછાળો

*          ૧૨મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૭૩૨ પોઇન્ટનો ઉછાળો

*          ૧૫મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ૭૨૮ પોઇન્ટનો ઉછાળો

*          ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે સેંસેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો

(7:55 pm IST)