Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મુંબઇમાં અનેક IAS અધિકારીઓને ઘર પર રહેવાનો આદેશ આપ્યો

કોરોનાનો ભય : સાવચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય

મુંબઇ : દેશમાં કોરોના કહેર સૌથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. સાવચેતીના ભાગ રૂપે મુંબઇમાં કેટલાક આઇએએસ અધિકારીઓને ઘર પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે જગ્યાએ આ અધિકારીઓ રહે છે ત્યાં છેલ્લે એક વ્યકિતનું મોત થયું હતું.

કોરોના અંગે મહારાષ્ટ્રમાં સતત સતર્કતા જોવા મળી રહી છે. ત્યાં ક ોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૧૦૦૦ને પાર ચાલી ગઇ છે એવામાં સરકાર કોઇપણ કસર છોડવા માંગતી નથી ચીફ સક્રેટરી તરફથી રાજ્યના ટોપ આઇએએસ અધિકારીઓને ઘરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોરોના ખતરાના લીધે તેને આવુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જે આઇએએસ અધિકારીઓને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. તે મુંબઇની અવંતિ-અંબર બિલ્ડિંગમાં રહે છે. શરૂઆતી જાણકારીમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક ગણાવાય રહ્યુ છે. પરંતુ પ્રશાસન હાલમાં પુષ્ટિ કરવા માંગે છે કે આ કેસ કોરોનાનો ન હોય.

(3:39 pm IST)