Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

CNG માં કિલોએ રૂ. ર.રપ-PNG માં રૂ. ૧નો ઘટાડો

અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ ઘટાડો જાહેર કર્યો : CNG થી ચાલતા વાહન ચાલકોને ફાયદો : PNGમાં નજીવા ઘટાડાથી ગૃહીણીઓ નિરાશઃ ભાવ ઘટાડાનો આજથી અમલઃ કુદરતી ગેસના ભાવમાં ર૬%નો ઘટાડો થયા બાદ ગેસ કંપનીઓએ આપી થોડી રાહત

રાજકોટ તા. ૯ : કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં ર૬ ટકાનો ઘટાડો જાહેર કર્યા બાદ આ પહેલા અદાણી ગેસ દ્વારા અને હવે ગુજરાત ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને ઘરોમાં પાઇપ લાઇનથી પુરા પાડવામાં આવતા પાઇપ નેચરલ ગેસ (પીએનજી)ના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત ગેસ દ્વારા સીએનજીમાં રૂ.ર.રપ અને પીએનજીમાં રૂ.૧ નો ઘટાડો જાહેર કરવામાં આવ્યા છે આવા ભાવઘટાડાના આજથી અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

દેશમાં આયાત થતા પેટ્રોલ-ડીઝલના ભારણને ઘટાડવાના ભાગરૂપે સીએનજીથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અગાઉ ભાવ ઘણા નીચા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સીએનજીના ભાવમાં ખાસ્સો વધારો થતા પેટ્રોલની નજીક પહોંચવા આવ્યા છે જો કે આંતરરાષ્ટ્રીય સ્તરે કુદરતી ગેસના ભાવમાં ઘટાડો આવતા તેની સ્થાનિક બજાર પર પણ અસર પડી છે.

અદાણી ગેસ લિમિટેડે ૯મી એપ્રિલથી અમલમાં આવ તે રીતે સીએનજી અને ઘરવપરાશના પીએનજીના ભાવમાંં ઘટાડો જાહેર કર્યોછે. અદાણીએ ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં સીએનજીના કિલોગ્રામ દીઠ ભાવમાં  રૂ.ર.રપના ઘટાડો જાહેર કર્યો છે જયારે  ઘરવપરાશના પીએનજીમાં એસસીએમ દીઠ રૂ. ૧નો ઘટાડો કર્યો છે અદાણી ગેસના સમગ્ર રાજયમાં સીએનજીના ૮૦ પંપ આવેલા છે તે પૈકી ૭૧ કાર્યરત છે જયારે ડોમેસ્ટિક ગેસના ૩.૧૩ લાખ અને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગેસના ૪,રપ૩ ગ્રાહકો છે. જેને આ ભાવ ઘટાડાનો લાભ મળશે.

૧પ લાખ ગ્રાહકો ધરાવતા ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીમાં રૂ.ર.રપ અને પીએનજીના ભાવમાં રૂ.૧ નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. બંને કંપની દ્વારા નવો ઘટાડેલો ભાવ અમલમાં આવી ગયો છે.

ગુજ.ગેસ કંપનીનું કહેવું છે કે પીએનજીના ભાવ નોન સબસીડી વાળા ગેસ કરતા ૩૦/- સસ્તો છે. ગુજ. ગેસના રાજયમાં ૩૯પ સીએનજી સ્ટેશન છે જયારે ૧પલાખ પીએનજી ધારકો છે.

         જુનો ભાવ      નવો ભાવ

CNGપ૪.૭૦રૂ.      પર.૪પ રૂ.

 PNGર૮.પ૦રૂ.        ર૭.પ૦ રૂ.

(3:24 pm IST)