Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોના વાયરસ પર રાજકાકરણ ન કરવું જોઈએ :WHOના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમનો અમેરિકાને જવાબ

કોરોના વાયરસની લડાઈમાં ચીન અને અમેરિકાએ સાથે મળી કામ કરવું જોઈએ

નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ચીન પ્રત્યે કુણું વલણ દાખવતા હોવાના ટ્રમ્પના આક્ષેપ બાદ WHOના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસએ  જવાબ આપતા કહ્યું કે, કોરોના વાયરસ પર રાજકારણ ન કરવું જોઈએ

 . જીનેવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું કે, કોરોના વાયરસ પર રાજકાકરણ ન કરવું જોઈએ. હાલ જરૂર છે કે આપણે સૌ સાથે મળી કામ કરીએ. જો તમે નહીં સુધરો તો આપણી સામે વધુ કૉફિન પડેલા હશે. હાલનો સમય કોરોના વાયરસની લડાઈમાં ચીન અને અમેરિકાએ સાથે મળી કામ કરવું જોઈએ.

(1:37 pm IST)