Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઇસ્કોનમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમ ભારે પડયોઃ ઇસ્કોનના ૨૧ ભકતોને કોરોના

પાંચે જીવ ગુમાવ્યાઃ વધુ લોકોને ચેપ લાગ્યાનો ભય

બ્રિટનમાં ૨૧ ભકતો સંક્રમિત અને પાંચના મોત પછી ઇસકોને સ્વીકારી ભૂલ ઙ્ગલંડનઃ કોરોના વાયરસની ઝપટમાં દુનિયાભરમાં વિખ્યાત ઇન્ટરનેશનલ સોસાઇટી ફોર કૃષ્ણા કોન્શીયસનેસ (ઇસ્કોન) પણ આવી ગયું છે. બ્રિટનમાં તેના ૧૫ હજારથી વધારે સભ્યો છે. ઇંગ્લીશ વેબસાઇટ 'ધ પ્રિંટ' અનુસાર અત્યારે ગ્રેટર લંડનમાં તેના ૨૧ સભ્યો કોરોનાથી  સંક્રમિત થયા છે. જયારે કોરોના સંક્રમણથી તેના પાંચ સભ્યોના મોત થયા છે.

બ્રિટનમાં ઈસ્કોનનું સંચાલન કરતી સમિતીના પ્રમુખ પ્રોગશા દાસ કહે છે, 'આ ધરતી પર કોરોના સંક્રમિત દરેક વ્યકિત માટે અમને બહુ દુઃખ થાય છે.'

અત્યારે આક્ષેપ એવો થઇ રહ્યો છે કે દર માર્ચે ઇસ્કોનના એક ભકતના અંતિમ સંસ્કારમાં લોકો સામેલ થયા હતા. જયારે તેમના માટે ભકિત વેદાંતા મનોર મંદિરમાં આયોજીત શ્રધ્ધાંજલિ સભામાં લગભગ ૧ હજાર લોકો સામેલથયા હતા. એવું કહેવાઇ રહ્યું છે કે આ કાર્યક્રમોના કારણે જ ઇસ્કોનના સભ્યો સંક્રમિત થયા હતા.

પ્રગોશાદાસ અનુસાર, તે સમયે બ્રિટનમાં કોઇ પ્રકારના પ્રતિબંધો નહોતા. બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોન્સને ૨૩ માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી પણ તે પહેલા ૧૬ માર્ચે જ ઇસ્કોનના યુકે ખાતેના પોતાના બધા મંદિરો બંધ કરી દીધા હતા. જોકે તે એમ પણ કહે છે, 'જયારે હું શાંતિથી વિચારૂ છું તો મને લાગે છે કે આપણે બધા એ વાતે સહમત થશું કે આ વસ્તુ નહોતી બનવી જોઇતી. પણ કોઇ પણ ઘટના બની ગયા પછી બુધ્ધિશાળી બની જવું બહું સહેલું છે. આપણે આજે જે જાણીએ છીએ, તેની જાણ તે વખતે નહોતી.'

જયારે ૨૧ લોકો સંક્રમિત જાહેર થયા તો લોકોએ સોશ્યલ મીડિયા પર એવું કહેવાનું શરૂ કરી દીધું કે યુકેમાં ઇસ્કોનના ૧૦૦ વધારે ભકતો કોરોના સંક્રીમત હોઇ શકે છે. પ્રગોશાએ સ્વીકારે છે કે કોરોના સંક્રમણના ૨૧ થી વધારે કેસ ભકતોમાં હોઇ શકે છે.

(1:13 pm IST)