Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોના ગાઇડલાઇનની ઐસી-તૈસી કાશ્મીરમાં આતંકીની અંતિમયાત્રામાં લોકોની ભીડ ઉમટી

પોલીસે લોકડાઉન નિયમોના ભંગ સબબ કેસ દાખલ કર્યો

જમ્મુઃ સોપોરે પોલીસ  જૈશ - એ - મોહમ્મદના આતંકીવાદી સજાદ નવાબ ડારની અંતિમ યાત્રામાં સામેલ થનારા લોકો વિરુધ્ધ સરકાર દ્વારા કોરોનાનો ફેલાવો  સામેલ થનાારા  લોકો વિરુધ્ધ  સરકાર દ્વારા કોરોનાનો ફેલાવો રોકવા બનાવાયેલ પ્રોટોકોલ અને સોશ્યલ ગેધરીંગ ન કરવાની એડવાઇઝરીના ઉલ્લંઘનના  આરોપ હેઠળ એફઆરઆઇ નોંધી છે.  ઉલ્લેખનીય છે કે આતંકવાદી  સજાદ નવાબ ડારને સુરક્ષાદળોએ સોપોરમાં એક એન્કાઉન્ટર  ઢાળી દીધો હતો.

મેડિકલ કાર્યવાહી પછી શબને સોંપતી  વખતેે  શબ લઇ જનારને લેખિતમાં જણાવાયુ હતુ કે તે સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરે તેમ છતાં શબની અંતિમયાત્રામાં  ભારે ભીડ એકઠી થઇ હતી. ત્યાર પછી પોલીસે એફઆરઆઇ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવુ છે કે  નિયમોનું ઉલ્લંઘન કરનાર  સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સમગ્ર દેશમાં ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ  સુધી લોકડાઉન જાહેર કરાયો હોવા છતાં સોપોરે વિસ્તારમાં લોકોએ એક આતંકવાદી માટે નિયમોની  ઐસી તૈસી કરી નાખી હતી. જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસની ઝપટમાં અત્યાર સુધીમાં  ૧૧૬ લોકો આવી ચૂકયા છે. જેમાંથી બેના મોત થયા છે.

(1:12 pm IST)