Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

એન્ટાર્ટિકા જઇ રહેલ જહાજના ૬૦ ટકા લોકોને કોરોના

૯૩૦૦ ડોલર લઇ ઓસ્ટ્રેલીયા -ન્યુઝીલેન્ડના મુસાફરોને આજે એરલીફટ કરશેઃ ઉરૂગ્વે પાસે માંઠાના શહેરમાં બધાને ઉતારી લીધા

નવી દિલ્હી,તા.૯: એન્ટાર્કટિકાની યાત્રા પર નિકળેલા એક પેસેન્જર વહાણમાં કોરોના પોઝીટીવ પેસેન્જર મળ્યા છે. આ શિપમાં ૨૦૦થી વધારે લોકોને લઈને એન્ટાર્કટિકા જઈ રહ્યું હતું. પરંતુ તેને હવે ઉરુગ્વે પાસે દરિયામાં રોકાઈ ગયું છે. કારણ કે  આ શીપમાં રહેલ યાત્રીઓમાંથી ૬૦ ટકા લોકોને કોરોના પોઝીટીવ જાણવા મળ્યો છે. આ જહાજનું નામ છે 'ધ ગ્રેગ મોરટાઈમર' . જે એક ઓસ્ટ્રેલિયન કંપની અરોરા એકસ્પીડીસનનું જહાજ છે. આ જહાજ મારફતે લોકો એન્ટાર્કટિકા ફરવા જાય છે.

આ જહાજના યાત્રીઓને ઉરુગ્વેના તટિય શહેર મોંટેવીડિયોમાં ઉતારવામાં આવ્યા છે. ધ ગ્રેટ મોરટાઈમર ૧૫ માર્ચે એન્ટાર્કટિકા અને સાઉથ જયોર્જિયા માટે નિકળ્યું હતું. આ ટ્રિપનું નામ શૈકલેટોન્સ ફુટસ્ટેપ્સ, નામ રખાયું હતું.શૈકલેટોન્સ એક ધ્રુવિય સંશોધન કર્તા હતા. જેઓએ બ્રિટિશ લોકોને પહેલી વખત ૧૯૨૨માં એન્ટાર્કટિકાની યાત્રા કરાવી હતી. આ ક્રૂઝ શીપમાં ૨૧૭ લોકો હતા. જેમાં ૧૨૮ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે. જયારે ૮૯ લોકોને કોરોના નેગેટીવ છે. જેમાં ૬ લોકોને ગંભીર હાલમાં ક્રૂઝમાંથી લાવ્યા હતા. જેમનો ઉપચાર મોંટેવિડિયોમાં થઈ રહ્યો છે. આ લોકોની હાલત હાલમાં સ્થિર છે.

શિપ ચલાવનાર કંપનીએ ઓસ્ટ્રેલિયન સરકારની મદદ માગી છે. ઓસ્ટ્રેલિયન સરકાર ૯ એપ્રિલે વિમાન મોકલીને ઓસ્ટ્રેલિયન અને ન્યૂઝીલેન્ડના લોકોને એર લિફ્ટ કરશે. દરેક પેસેન્જરે ૯૩૦૦ ડોલર ચૂકવવા પડશે. તમામ યાત્રિકોએ ૧૪ દિવસ સુધી મેલબોર્નમાં કોરન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે. તે પછીથી જ આ લોકો પોતાના ઘરે જઈ શકશે. અમેરિકા અને યુરોપના લોકોના નેગેટિવ નિકળ્યા છે. એટલા માટે ચિંતાની કોઈ વાત નથી. અમેરિકા અને યુરોપના લોકોએ ઉરુગ્વે સરકારને વિનંતી કરી છે કે તે તમામ લોકોની ફરીથી એક વખત તપાસ કરવામાં આવે. જેથી સ્પષ્ટ થઈ જાય કે એ લોકો તંદુરસ્ત છે.

(1:11 pm IST)