Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ભારત તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સમાચારોની સાથે… સાથે…

- અમેરીકામાં માત્ર ૫ દિ'માં ૮૦૦૦ જીવ લીધા : ૩ એપ્રિલ સુધી કોરોનાથી અમેરીકામાં ૬૦૭૫ લોકોના મોત થયા હતા અને આજે ૯ એપ્રિલની સ્થિતિ જોઇએ તો યુએસમાં મોતનો આંકડો ૧૪,૭૮૮ ઉપર પહોંચી ગયો છે. આ રીતે જોઇએ તો છેલ્લા પાંચ દિવસમાં અમેરીકામાં ૮૦૦૦થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચુકયા છે. પાંચ દિવસમાં અમેરીકામાં ૮૭૧૩ લોકો આ જીવલેણ વાયરસથી દમ તોડી ચુકયા છે.

- શબ-એ-બરાત : શ્રીનગરમાં ધાર્મિક સંમેલનો પર પ્રતિબંધ, લોકોની અવર-જવર પર નિયંત્રણો લદાયા : કાશ્મીરમાં કોરોના વાયરસ મહામારીના પોઝીટીવ કેસોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સમગ્ર કાશ્મીર ખીણમાં કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા

- અમદાવાદમાં બફરઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો મેગા સર્વે : લઘુમતી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે, ઘરે- ઘરે જઈ સેમ્પલ લેવાની કામગીરીમાં પણ અંતરાય ઉભો કરાઈ રહ્યો છે

- કોરોનાના ટોપ ટેન રાજયો

મહારાષ્ટ્ર : ૧૧૩૫

તામિલનાડુઃ ૭૩૮

દિલ્હીઃ ૬૬૯

તેલંગણાઃ ૪૫૩

મ.પ્રદેશઃ ૩૫૮

રાજસ્થાનઃ ૩૮૩

ઉ.પ્રદેશ : ૩૬૧

આંધ્ર : ૩૪૮

કેરળઃ ૩૪૫

ગુજરાતઃ ૨૪૧

સવારે ૧૧: ૧૫ સુધીમાં દેશમાં ૨૮૬ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે

- અલીગઢના મુખ્ય મુફતીએ શબ-એ-બરાતના પ્રસંગે કબ્રસ્તાનો અને મસ્જિદોમાં નહિં જવાનો મુસ્લિમોને અનુરોધ કર્યો :  પોતાના ઘરોમાં જ ઈબાદત કરવા અને નમાઝ અદા કરીને દેશની સલામતી માટે દુઆઓ કરવાની અપીલ કરી : ઉત્તર પ્રદેશના શિયા સેન્ટ્રલ વકફ બોર્ડે લોકડાઉનને ધ્યાનમાં રાખીને બધા કબ્રસ્તાનો બંધ રાખ્યા

- પંજાબ-ઝારખંડ અને કર્ણાટકમાં વધુ ૧-૧-૧ મૃત્યુ કુલ મૃત્યુઃ ૧૮૩ :  દેશમાં કોરોનાનો પંજો ધીમે-ધીમે ફેલાતો જાય છે. આજે ત્રણ રાજયોમાં ૧-૧ મૃત્યુ સાથે કુલ મૃત્યુ આંક દેશમાં ૧૮૩ થયો છે

- જયારે રાજસ્થાનમાં ૩૦ નવા, મ.પ્ર.માં ૬ નવા પંજાબમાં ૮ નવા : પ. બંગાળમાં ૪ નવા, બિહારમાં ૪ નવા, હિમાચલમાં ૧ નવો, ઝારખંડમાં ૯ નવા, છત્તીસગઢમાં ૧ નવો અને ગુજરાતમાં ૫૫ નવા કોરોના કેસ સાથે સવારથી દેશમાં ૧૧૮ નવા કેસ થયા છે

- રાજસ્થાનમાં નવા ૩૦ કેસઃ કુલ ૪૧૩ કેસ

- ઝારખંડમાં ૭૫ વર્ષનો બોકારોનો કોરોના દર્દી મૃત્યુ પામ્યો

- પ્રધાનોની વધુ એક બેઠક શરૂ :  દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિની સમીક્ષા માટે આજે ફરીથી '' ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ'' ની બેઠક રાજનાથ સિંઘના વડપણ હેઠળ મળી રહી છે

- અમદાવાદના મોટા ભાગના કેસો '' હોટસ્પોટ'' વિસ્તાર દાણી લીમડા, અસ્ટોડીયા અને ઘોડાસરમાંથી

- આણંદમાં વધુ એક પોઝીટીવ કેસ, દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ : કુલ બે કેસ

- દિલ્હીની કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં વધુ ૩ કેસ સાથે કુલ આંકડો ૨૧એ પહોંચ્યો : ડોકટરો, નર્સ અને સફાઈ કર્મચારી સંક્રમિત

- રાજસ્થાનમાં કોરોનાના વધુ ૩૦ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીમાં કુલ ૪૧૩ કેસ થયા : ૬ના મોત

- ભારતમાં કોરોનાના ૫૭૩૪ પોઝીટીવ કેસ, ૪૭૩ સાજા થયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧૩૫ કેસ (૭૨ મોત), તામિલનાડુમાં ૭૩૮ કેસ (૮ના મોત), દિલ્હીમાં ૬૬૯, તેલંગણા ૪૨૭, ઉત્તરપ્રદેશ ૩૬૧ અને કેરળમાં ૩૪૫ કેસ

- અમેરિકામાં કોરોનાથી ૧૧ ભારતીયોના મોત : હજુ ૧૬ ભારતીયોને કોરોના પોઝીટીવ છે, જેમાં ૪ ન્યુયોર્કના ભારતીય ટેકસીચાલક છે

- ઈરાનમાં ઝેરી આલ્કોહોલને દવા સમજીને પી જનારા ૬૦૦ લોકોના મોત થયા છે, ૩૦૦૦ લોકોને ઝેરી અસર થઈ છે

- યુ.પી.ના સંભલમાં ૧૬ બંદરોના રહસ્યમય મોત : અનેક બંદરો બેશુદ્ધ છે

- રાજસ્થાનમાં સરકારે લોકડાઉન ખોલવાની શરૂઆત કરી : પ્રારંભે હાઈવેના ઢાબા ખોલાશે

- ટ્વીટરના ફાઉન્ડર સીઈઓ જૈક ડોર્સીએ કોરોના સામે લડવાના ફંડમાં ૧ બિલીયન ડોલર - લગભગ ૭૬.૧૩ અબજ રૂ. દાન કર્યા છે

- સીંગર કનિકા કપૂરની ૨૦ એપ્રિલ બાદ પોલીસ પૂછતાછ થશે : કોરોના પોઝીટીવ હોવા છતાં હાઈ પ્રોફાઈલ પાર્ટીઓ કરી હતી

- ચેન્નઈમાં કોરોના અટકાવવા પ્રાકૃત પ્રક્રિયા : લોકો હળદર તથા અન્ય જડીબુટ્ટીનું મિશ્રણ કરી રોડ પર છંટકાવ કરે છે. જો કે આ ઉપાયને સરકારનું સમર્થન નથી

- તબલીગી જમાત પર પોલીસે ભરડો લીધો : હવાલા ફન્ડીંગની તપાસ શરૂ

- ભારતમાં અત્યાર સુધીમાં ૫૦૦થી વધારે લોકો કોરોના પોઝીટીવમાંથી નોર્મલ થયા છે

- અમેરિકામાં તબીબોની દશા ખરાબ : કોરોના સંક્રમિત હોવા છતાં સારવાર કરવા જોડાવવુ પડે છે.

- ઈન્દોરમાં કોરોના પોઝીટીવ એક ડોકટરનું મૃત્યુ થયુ છે, મધ્યપ્રદેશમાં સ્વાસ્થ્ય વિભાગના ૪૫ કર્મચારીઓ અને ૧૨ પોલીસમેન કોરોના સંક્રમિત થયા છે

- હવે ડ્રોનથી દવા અને જરૂરીયાતમંદોને ફૂડપેકેટ મોકલાશે : વડોદરાના કિશોરે બનાવ્યુ ડ્રોન : જેની મદદથી જરૂરીયાતમંદોને ફૂડપેકેટ અને દવા પણ મોકલી શકાશે

- અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટ્સ પક્ષના જો બીડેન ફાઈનલ : કાશ્મીર અંગે વિવાદીત બયાન આપનાર બર્ની સેન્ડર્સે ચૂંટણી નહિં લડવા જાહેરાત કરી

- મહારાષ્ટ્રમાં ૫૭ જમાતીઓનો કોઇ પતો નથી

- અરવલ્લીની ગુજરાતની ગ્રામીણ બેંકનો મેનેજર હોમ કોરન્ટાઇનમાંથી ફરારઃ પોલીસ દોડી

- ખેડૂતો માટે મોટા  પગલા આવી રહયા છેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે રાજયોના કૃષિ મંત્રીઓ સાથે વાત કરી

- પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ (પીપીઇ) મશીન અંગે ચીન લખ્ખણ ઝળકાવ્યાઃ ભારતને સપ્લાઇ આપવા ૩ મહિનાનો સમય માંગ્યોઃ મશીન તૈયાર હોવા છતાં નાલાયેકી આચરીઃ ભારતમાં ભારે અછત રોજ માત્ર ૧૨ હજાર પીપીઇ કીટ બને છેઃ કોરોના દર્દીઓની સારવાર કરનાર આરોગ્ય કર્મી- ડોકટરો માટે ખુબ જરુરી

(4:13 pm IST)
  • કચ્છમાં કોરોનાના 10 સેમ્પલ તપાસ માટે મોકલાયા :માંડવીની 30 વર્ષીય યુવતીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાંનો રિપોર્ટ તપાસ માટે મોકલાયો :જ્યારે માધાપર પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 9 વ્યક્તિઓના રિપોર્ટ પણ તપાસ માટે મોકલાયા access_time 9:02 pm IST

  • ગુજરાતમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા નાગરિકોમાં અરધોઅરધ 61 થી 80 વર્ષની ઉંમર વચ્ચેના : 37.5 ટકા 41 થી 60 વર્ષની વય સુધીના : 40 વર્ષથી ઓછી અને 80 વર્ષથી વધુ વયના મૃતકોની સંખ્યા 6.25 ટકા : કોરોના વાઇરસનો શિકાર બનેલાઓ પૈકી મહિલાઓ કરતા પુરુષોની સંખ્યા વધુ access_time 6:15 pm IST

  • રાજકોટમાં ૩૭.૬ ડિગ્રી : રાજકોટ શહેરમાં હાલ મહતમ નોર્મલ તાપમાન ૩૭ થી ૩૮ ડીગ્રી ગણાય. બપોરે ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. એકાદ બે દિવસમાં ગરમીમાં વધારો થશે access_time 4:17 pm IST